ફિલ્મમેકર સાજિદ ખાન પર અત્યાર સુધીમાં અનેક પ્રકારના આરોપો લાગી ચુક્યા છે. સમયે સમયે અત્યાર સુધીમાં સાત એક્ટ્રેસીસે સામે આવીને તેના પર સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવ્યા છે. તે બાદ હજુ સુધી સાજિદ તરફથી આ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં નથી આવી. તાજેતરમાં જ જિયા ખાનની બહેન કરિશ્માએ પણ સામે આવીને સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે તેની બહેન સાથે સાજિદે દુર્વ્યવહાર કર્યો છે. સાથે જ હવે શર્લિન ચોપરાએ પણ આ મામલે ઉઠાવ્યો છે.
જિયા ખાન

કરિશ્મા અનુસાર સાજિદે જિયાને ખુબ સેક્સૂઅલ હેરેસ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીબીસીએ બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર બેઝ્ડ એક ટીવી પ્રોગ્રામ રિલીઝ કર્યો હતો, જેમાં માત્ર યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવ્યો છે. આ વેબ સીરીઝના એક એપિસૉડમાં જિયા ખાનની બહેન કરિશ્માએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. જિયાની બહેન કરિશ્મા જણાવે છે કે રિહર્સલ દરમિયાન જ્યારે જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી, તે સમયે સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવા માટે કહ્યું હતુ. તેને ખબર જ નહતી પડી કે શું કરવુ. તેમને કહ્યું હતું કે ફિલ્મનુ શૂટિંગ હજુ શરૂ નથી થયુ અને આ બધુ થઇ રહ્યું છે. તે ઘરે આવી અને રડવા લાગી. આ કિસ્સો હાઉસફૂલ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે.
મૉડલ પૉલા

મૉડલ પૉલાએ પણ પોતાનુ દુખ વ્યક્ત કર્યુ હતું. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે 17 વર્ષની હતી તો સાજિદ ખાને તેની સાથે ગંદી હરકતો કરી હતી. પૉલાએ જણાવ્યું હતું કે સાજિદે તેને તેની સામે કપડા ઉતારવા કહ્યું હતુ.
શર્લિન ચોપરા

જીયાની બહેન કરિશ્માએ જીયા સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો કર્યા છે. હવે અભિનેત્રી શર્લિન ચોપરાએ પણ સાજિદ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. શર્લિને તેની સાથે થયેલા દુર્વ્યવહાર અંગે ટ્વિટ કર્યું છે. શર્લિને ટ્વીટ કર્યું – જ્યારે હું મારા પિતાના મૃત્યુના થોડા દિવસો પછી એપ્રિલ 2005 માં સાજિદ ખાનને મળી ત્યારે તેણે તેના પેન્ટમાંથી તેનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢીને તેને પકડી રાખવા કહ્યું. મને યાદ છે કે મેં તેને કહ્યું હતું કે હું જાણું છું કે પ્રાઇવેટ પાર્ટ કેવો હોય છે અને મારો તેને મળવાનો હેતુ તેનો પ્રાઇવેટ પાર્ટ પકડવાનો નથી.
સલોની ચોપરા

એક્ટ્રેસ સલોની ચોપરાએ પણ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા. સલોનીએ જણાવ્યું કે સાજિદે તેની સાથે પણ ગંદી હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો.
રેચલ વ્હાઇટ

એક્ટ્રેસ રેચલ વ્હાઇટે પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. રેચલે જણાવ્યું કે તે મારી સાથે ગંદી વાતો કરવા લાગ્યો અને કહ્યું કે ફિલ્મમાં રોલ માટે તેણે કપડા ઉતારવા પડશે. આ સમગ્ર ઘટનાને રચેલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી.
કરિશ્મા ઉપાધ્યાય

મીટૂ આંદોલન દરમિયાન કરિશ્મા ઉપાધ્યાય નામની એક પત્રકારે પણ સાજિદ ખાનની આવી હરકતો વિશે વાત કરી હતી. કરિશ્માએ ટ્વીટ કરીને લખ્યું હતું કે જ્યારે તે સાજિદ ખાનનું ઇન્ટરવ્યુ લેવા ગઇ ત્યારે સાજિદ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢવા લાગ્યો હતો.
અહાના કુમરા

‘ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘લિપસ્ટિક અંડર માય બુર્કા’ અને અનેક વેબ સીરીઝમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ અહાના કુમરાએ પણ સાજિદ ખાન પર ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. અહાનાએ કહ્યું હતું કે સાજિદ ખાને તેને અનેક અટપટા સવાલો પૂછ્યા હતા. સાજિદે પૂછ્યુ હતું કે જો તેને 100 કરોડ રૂપિયા મળે તો શું તે એક કૂતરા સાથે સેક્સ કરશે.
Read Also
- મુકેશ અંબાણીની સુરક્ષામાં બમણો વધારો: ધમકી ભરેલી ચિઠ્ઠી અને જીલેટીનનું નાગપુર કનેક્શન
- OTT પ્લેટફોર્મ પર બતાવામાં આવી રહી હતી અશ્લીલ ફિલ્મો, સરકારની ગાઈડલાઈંસથી ક્રાઈમ બ્રાંચ ખુશ
- સાવધાન/આ કંપનીઓ રોકાણ કરવા પહેલા કરી લો તપાસ, કેન્દ્ર સરકારની આ સલાહને નજરઅંદાજ ન કરવી
- કામનું/ ઑફિસના કામના કારણે શું તમારે પણ પાર્ટનર સાથે થાય છે બબાલ, વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં આ રીતે જાળવી રાખો રિલેશનશીપ
- ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન