GSTV

બૉલીવુડ એક્ટર્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હૅક થવાના મામલા યથાવત, હવે Tabuનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હૅક થતાં ફેંસને કર્યા સચેત

Last Updated on January 19, 2021 by Mansi Patel

તબુનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઇ હયું છે. આ વાતની જાણકારી સ્વયં તબુએ રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ પરથી શેર કરી હતી.  તબુએ જણાવ્યું હતું કે, તેના ઇન્સ્ટાગ્રામ પરના એકાઉન્ટને તેની જાણકારી વિના પ્રમોશનલ પોસ્ટ શેર કરવામાં આવ્યા છે. તેણે પોતાના ફેન્સને સાવચેત કર્યા હતા કે, તેના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી કોઇ પણ લિન્કને ક્લિક કરવી નહીં. આ પછી તેણે ફેક પોસ્ટ પણ ડિલીટ કરી નાખી હતી.

તબુના એકાઉન્ટ પરની ફેક પોસ્ટમાં એક કલાકમાં રૂપિયા બે થી પાંચ હજાર કમાવાની જાણકારી આપવામાં આવી હતી. જેને તબુએ ડિલીટ કરી હતી. તબુએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હેક એલર્ટ. મારું એકાઉન્ટ હેક  થઇ ગયું છે. મમહેરબાની કરીને મારા એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી કોઇ પણ લિન્કને ક્લિક કરશો નહીં.

પહેલાં પણ આવા જ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે

ફિલ્મી જગતમાં આ પહેલો કિસ્સો નથી, જ્યારે કોઈ અભિનેતા અને અભિનેત્રીનું એકાઉન્ટ હેક થઈ રહ્યુ હોય. પહેલાં પણ ઘણા એક્ટર્સનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, તબુ પહેલા પણ બોલીવૂડના ઘણા સેલિબ્રિટિઓ  હેકિંગના શિકાર થયા છે. જેમાં શરદ કેલકર, અમીષા પટેલ, ઇશા દેઓલ, ફરાહ ખાન, વિક્રાંત મેસી, ઉર્મિલા માંતોડકર અને સુઝેન ખાનનો સમાવેશ છે.

તબુ ભુલ ભુલૈયા 2 માં જોવા મળશે

જો આપણે વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તબ્બુ છેલ્લે ફિલ્મ ‘જવાની જાનેમન’માં જોવા મળી હતી. હાલનાં દિવસોમાં તબ્બુ હોરર કોમેડી ફિલ્મ ભુલ ભુલૈયા 2ને લઈને ચર્ચામાં છે.

READ ALSO

READ ALSO

Related posts

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari

અમદાવાદ/ વિકાસના પ્રોજેક્ટો AMCની અભેરાઈ ઉપર, રીવરફ્રન્ટના ઝીપ લાઈન,ક્રૂઝ બોટ સહીતના બંધ હાલતમાં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!