GSTV
Home » News » સલમાન, પ્રિયંકા અને દીપિકાને પાછળ છોડી ગૂગલ સર્ચમાં નંબર બની સેલિબ્રીટી બની આ હિરોઈન

સલમાન, પ્રિયંકા અને દીપિકાને પાછળ છોડી ગૂગલ સર્ચમાં નંબર બની સેલિબ્રીટી બની આ હિરોઈન

બોલીવૂડ સ્ટાર્સ સલમાન ખાન, પ્રિંયકા ચોપરા, દિપીકા પાદૂકોણ જેવી સેબિબ્રિટીઓને પાછળ છોડી સની લિયોની ગૂગલ સર્ચમાં નંબર વન સેલિબ્રિટી બની છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને છોડી બોલીવૂડમાં કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સની લિયોનીએ ફેન્સના દિલ પર જગ્યા બનાવી રાખી છે. ગૂગલ સર્ચમાં વર્ષ 2018માં સૌથી ટોપ પર આવી ગઈ છે. અામ પણ સનિ લિયોની અંગે ઇન્ટરનેટ પર લોકો સૌથી વધુ ખોખા ખોળાં કરતા હોય છે. કારણ કે સની પહેલાં પોર્ન ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી હોવાથી આ લેબલ હજું પણ તેની સાથે જોડાયેલું છે.

2018ની સૌથી વધુ સર્ચ થતી ગૂગલ સેલિબ્રિટીમાં સની લિયોને પ્રથમ ક્રમ મેળવ્યો છે. સની લિયોનીને આ વર્ષ ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી હતી.આ વર્ષે સની લિયોની માત્ર એક મલયાલમ ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ તેની બોયોપિક કરનજીત કૌર ધ અનટોલ્ટ સ્ટોરીએ તેને આ વર્ષની સૌથી મોટી ગૂગલ સેલિબ્રિટી બનાવી દિધી.

સની લિયોનીએ આ યાદીમાં બોલીવૂડ સ્ટાર સલમાન ખાન, કૈટરીના કૈફ, દીપિકા પાદૂકોણ અને પ્રિયંકા ચોપરાને પણ પાછળ છોડ્યા છે. દીપિકા અને પ્રિયંકાના લગ્ન આ વર્ષે થયા છે, પરંતુ સની લિયોની હજુ પણ ફેન્સના દિલો પર રાજ કરી રહી છે. સની લિયોની બાદ સલમાન ખાન સૌથી ઉપર છે બાદમાં આમિર ખાન અને અક્ષય કુમાર છે.

ગૂગલ પર ભોજપૂરી સિનેમા વિશે પણ વધારે સર્ચ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર જાણીતી પ્રિયા પ્રકાશ અને હરિયાણાની ડાન્સર સપના ચૌધરીએ પણ આ વર્ષે ગૂગલ પર ટ્રેંડ કર્યો છે.

Related posts

અમદાવાદમાં ખાણીપીણીની લારીઓવાળાઓએ હવે આ વાતનું રાખવુ પડશે ધ્યાન, નહિ તો થશે આ કાર્યવાહી

Nilesh Jethva

રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

Nilesh Jethva

ગામા પહેલવાન રોજ ખાતો ૧૦૦ રોટલી, ૬ કિલો ચીકન… વિદેશી કુસ્તીબાજો મેદાન છોડી દેતા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!