GSTV
Home » News » તેમણે મારા માથા અને પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું, ડિરેક્ટરે કહ્યું કે મને મેસેજ કર્યો કે તે ઉત્સાહિત છે

તેમણે મારા માથા અને પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું, ડિરેક્ટરે કહ્યું કે મને મેસેજ કર્યો કે તે ઉત્સાહિત છે

ગયા વર્ષે બોલીવુડની અભિનેત્રી તનુશ્રી દત્તાને અભિનેતા નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. આ મુદ્દા હેઠળ બોલીવુડમાં #Metoo અભિયાનની શરૂઆત થઈ હતી, જેમાં ઘણી યુવતીઓએ પોતાની સાથે ક્યારેકને ક્યારેક બનેલી છેડતીની ઘટનાને ઉજાગર કરી હતી, ત્યારે હવે બોલીવુડમાં ઉઠેલા #Metoo અભિયાનની આગ બંગાળી ફિલ્મ જગત સુધી પહોંચી ગઈ છે.

બંગાળી ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી રૂપંજના મિત્રાએ કથિત રીતે બંગાળી ફિલ્મ ડાયરેક્ટર અરિંદમ સીલ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. એક ઈન્ટરવ્યું અભીનેત્રીએ ખુલાસો કર્યો છે કે, કેવી રીતે તેણીને લોકપ્રિય સીરિયલ ‘ભૂમિકન્યા’ ની સ્ક્રિપ્ટ વાંચવા માટે પોતાની કોલકતા ઓફિસમાં બોલાવ્યા બાદ ડાયરેક્ટરે તેણી સાથે ખરાબ વર્તન કર્યું હતું.

રૂપંજના મિત્રાએ કહ્યું કે, તેમણે મને પોતાની ઓફિસમાં ભૂમિકન્યાના પ્રથમ એપિસોડની સ્ક્રિપ્ટ વાંચવા માટે બોલાવી હતી. આઘટના દુર્ગાપૂજાના થોડા દિવસ પહેલા બની હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે હું સાંજે 5 વાગ્યે તેમની ઓફિસ પહોંચી, ત્યાં કોઈ હાજર ન હતું. મને તે ખૂબ જ ડરામણું લાગ્યું. અચાનક તેઓ તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને મારા માથા અને પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. મને ડર લાગી રહ્યો હતો કે, હું લગભગ આ દુષ્કર્મથી બચી શકીશ નહી અને હું ભગવાનને પ્રાર્થના કરવા લગી કે, કોઈ ઓફિસમાં આવી જાય.

5 મિનિટમાં જ તેમની પત્ની પણ ઓફિસમાં આવી ગઈ

થોડી વાર બાદ હું સહન કરી શકી નહી અને મેં તેમને ભારપૂર્વક સ્ક્રિપ્ટ વિશે વાત કરવા કહ્યું. તેઓ લગભગ સમજી ગયા હતા કે, હું તે પ્રકારની સ્ત્રી નથી જે તેમને પ્રોત્સાહિત કરશે. તે અચાનક ડાયરેક્ટર મૂડમાં આવ્યા અને મને સ્ક્રિપ્ટ સમજાવવાનું શરૂ કર્યું અને 5 મિનિટમાં જ તેમની પત્ની પણ ઓફિસમાં આવી ગઈ. રૂપાંજનાએ શેર કર્યું હતું કે ઓફિસથી આવ્યા પછી તે ખૂબ જ તૂટી ગઈ હતી.

ત્યારે અરવિંદ સીલે આ આરોપોને ખોટા ઠરાવતા કહ્યું હતું કે, આ કોઈ રાજનૈતિક સ્ટંટ હોઈ શકે છે. મને નહી ખબર કે, તે શું કામ આવુ કરી રહી છે. અમે જૂના મિત્રો છીએ. તે દિવસે ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી, તેણીએ મને મેસેજ કર્યો હતો કે, તે ખૂબ જ ઉત્સાહિત છે. મારી પાસે હજી પણ તે મેસેજ છે, હું તે બતાવી પણ શકું છું. જો કોઈ તેમની સાથે દુર્વ્યવહાર કરે છે, તો તે શા માટે તે વ્યક્તિને મસેજ કરશે ?

READ ALSO

Related posts

મોદી સરકારના મંત્રીનો દાવો, આ લક્ષ્યાંક પૂરો થશે તો દેશમાંથી થઈ જશે ગરીબી નાબૂદ

Mayur

શાહી મહેલ જેવી આ હોટલમાં આજની રાત વિતાવશે ટ્રમ્પ-મેલાનિયા, તમે વર્ષે પણ નહીં કમાતા હોવ એટલું છે એક રાતનું ભાડુ

Bansari

ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!