GSTV

આ પ્રખ્યાત અભિનેત્રીએ લખ્યો ઓપન લેટર, ટેલીવીઝન ઈન્ડસ્ટ્રી પર નિશાન સાધી કર્યો સનસની ખુલાસો

ટીવી સીરિયલ ‘સપને સુહાને લડકપન કે’ દેશભરમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી રૂપલ ત્યાગીએ ટેલીવિઝન ઈન્ડટ્રીઝ પર નિશાન સાધ્યુ છે. તેણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખી ઘણા મુદ્દાઓ પર સખત ટીપ્પણી કરી છે. રૂપલે પોતાની ચિંતાઓને વિસ્તારથી લખતા મહિલાઓના હકની વાત કરી છે. સાથે જ તેણીએ પોતાના ખાનગી અનુભવોને શેર કરતા તેણી તણાવમાંથી બહાર આવી હોવાની વાત કરી છે.

અભિનેત્રી ટીવી શો બનાવનાર પર ભડકી

પોતાના ઈન્સ્ટાગ્રામ પર રૂપલ ત્યાગીએ લખ્યુ છે કે, મહિલાઓના શરીર, કલર, કદ અને વજન પર ચર્ચા કરવી પ્રગતિશીલ પગલુ નથી. તેમણે કહ્યુ કે, આ બધુ જ મહિલાઓના શરીરની બુનિયાદી શારીરિક સંરચના છે. જેથી તેમને શરમ અનુભવવાની જરૂર નથી. આ ટીવી અભિનેત્રી ટીવી શો બનાવનાર પર પણ ભડકી હતી. તેણીએ કહ્યુ કે, આ બધી વસ્તુ એટલ પણ ખરાબ નથી જેટલી દર્શાવવામાં આવી રહી છે.

પ્રગતિશીલ કન્ટેન્ટ આપનાર લોકોને પ્રોત્સાહન આપો

રૂપલે પોતાની પોસ્ટમાં સલાહ આપતા લખ્યુ છે કે, ટીવી પ્રોડ્યૂસર્સને આ પ્રકારના શૉ બનાવવા જોઈએ જે મહિલાઓના શરીર વિશે ન હોય. તેણીએ ટીવી માટે એક પ્રગતિશીલ કન્ટેન્ટ આપનાર લોકોને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. પોતાના વિચારો વિશે વાત કરતા રૂપલે કહ્યુ છે કે, આ અચનાક લેવામાં આવેલ નિર્ણય નથી. મારા કહેવાથી કોઈ પોતાની જિંદગીમાં કંઈ પણ બદલવા જઈ રહ્યુ નથી, પરંતુ એટલુ જરૂર છે કે, જો મેં કોઈનો પણ ર્દષ્ટિકોણ બદલી દીધો તો, અમે સમજીશું કે, કોઈના વિચાર બદલવામા હું સફળ થઈ ગઈ છું.

શૉ પોતાનુ ફોકસ બદલી મનોરંજન તરફ વળી જાય છે

ઉલ્લેખનીય છે કે, ‘ઝલક દિખલા જા’ અને ‘બિગ બોસ’ જેવા શૉમાં ભાગ લઈ ચૂકેલી રૂપલનો દાવો છે કે, આ પોસ્ટ શેર કર્યા બાદ તેણીને જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. રૂપલ કહે છે કે, તેમના ફેન્સ આ વાતને માને છે કે, ટીવી શૉ દરમિયાન સંવેદનશીલ વિષય પર સંવેદના દર્શાવવામાં આવતી નથી. ઘણા ટીવી શૉ સામાજિક બુરાઈઓની વિરુદ્ધ હોવાનો દાવો કરે છે, પરંતુ પોતાનું ફોકસ બદલીને મનોરંજન તરફ વળી જાય છે. તો મહિલાઓ આ ટીવી શૉને એ વિચારીને જોવે છે કે, આ શોથી તેમનું સશક્તિકરણ થશે, પરંતુ તેની જગ્યાએ તેમનો પણ ઉત્સાહ ભાંગી જાય છે.

READ ALSO

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!