GSTV
Home » News » આ મશહૂર એક્ટ્રેસનો ફેન બંદૂક લઈ રૂમમાં ઘુસી ગયો અને બોલ્યો, ‘મારી સાથે લગ્ન કરી લે….’

આ મશહૂર એક્ટ્રેસનો ફેન બંદૂક લઈ રૂમમાં ઘુસી ગયો અને બોલ્યો, ‘મારી સાથે લગ્ન કરી લે….’

ભોજપૂરી ફિલ્મની શૂટિંગ સોનભદ્રમાં ચાલી રહી હતી. જ્યાં ભોજપૂરી ફિલ્મની અભિનેત્રી રિતુ સિંહ પહોંચી હતી. 2013થી ભોજપૂરી ફિલ્મોમાં સક્રિય રિતુ સિંહ 2017માં લાઈમલાઈટમાં આવી. એક ગીત આવ્યું હતું જેનું નામ હતું લગા કે ફેયર લબલી… આ ગીતમાં રિતુ સિંહનું નામ બબલી હતું અને તે લાઈમલાઈટમાં આવી ગઈ હતી. એક્ટ્રેસના આ ગીતથી તેના અઢળક ફેન્સ થઈ ગયા હતા. જે બાદ તેની ડિમાન્ડ વધતાં ફેન્સ પણ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. પણ તેના પાગલ ફેન્સની સંખ્યા પણ ઓછી નહોતી જેમાના એક ફેનનું નામ છે પંકજ યાદવ.

શું બની ઘટના ?

ફિલ્મના શૂટિંગ માટે યુનિટ એક હોટલમાં પહોંચી હતી. સોનભદ્રની આ એક સ્થાનિક હોટલ હતી. અચાનક લોકોને ગોલી ચાલી હોવાનો અવાજ સંભળાયો. જોયું તો રિતુ સિંહના રૂમની બહાર એક મેમ્બર ઘાયલ પડ્યો હતો. તેની કમરમાં ગોલી વાગી હતી. ઘાયલ થયેલા વ્યક્તિ એ જ એ વાતની બાતમી આપી કે અંદર રિતુ સિંહ કિડનેપ થઈ ચૂકી છે. પોલીસ પહોંચી ત્યાં સુધી લોકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી. બાદમાં દરવાજો તોડીને પંકજ યાદવ નામના આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી અને તેને કાબૂમાં લીધો.

બે વર્ષથી પડ્યો હતો પાછળ

આ માણસ છેલ્લા બે વર્ષથી રિતુની પાછળ પડ્યો હતો. ઘણી વખત પંકજ વિરૂદ્ધ રિતુએ એફઆઈઆર પણ દાખલ કરી હતી. મુંબઈમાં પણ આ વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે. પણ આ વખતે બબાલ એટલી આગળ વધી કે આ માણસ પિસ્તોલ લઈને રૂમમાં દાખલ થઈ ગયો અને ફરજીયાત મારી સાથે લગ્ન કર તેવું કહેવા લાગ્યો.

READ ALSO

Related posts

World Cup 2019:NZ VS SA ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું, કેપ્ટન વિલિયમસનની ધમાકેદાર સદી

Path Shah

શું તમે જાણો છો, મગફળીનું સવારના સમયે ખાલી પેટ સેવન કરવાથી થાય છે ફાયદા

Path Shah

આ દેશમાં મહિલાઓને મળે છે પુરી છૂટ, પુરુષોએ ઢાંકવો પડે છે ચહેરો! રસપ્રદ છે કારણ..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!