GSTV
Bollywood Entertainment Trending

મહિલા દિવસ પર અભિનેત્રીએ કર્યો બાળ તસ્કરીનો પર્દાફાશ, બચાવી ગુજરાતની 2 બાળકીઓ

‘રિવોલ્વર રાની’ ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી પ્રીતી સૂદે બે માસૂમ બાળકીઓના જીવન બરબાદ થતા બચાવી લીધા છે. મુંબઇમાં બાળકોની તસ્કરી કરી રહેલા બદમાશોનો તેણે પર્દાફાશ કર્યો છે. તેણે બાળ તસ્કરી રેકેટમાં 2 બાળકીઓને અમેરિકા વેચાતી બચાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે પ્રિતી સુદની મદદથી 4 એજન્ટ્સની ધરપકડ કરી છે. ચાર માથી એક એજન્ટ નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પુત્ર છે. બંને બાળકીઓ માંથી એક બાળકી 11 વર્ષની અને બીજી 17 વર્ષની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તેના માતા-પિતા અને સંબંઘીઓએ આ બંને બાળકીઓને આ એજન્ટોને વેચી દીધી હતી. આરોપી તેમને અમેરિકા વેચવાની ફિરાકમાં હતાં. એક ઇન્ટરવ્યુમાં પ્રિતીએ આ ઘટના અંગે જણાવ્યું કે 4 માર્ચની બપોરે હું વર્સોવા ગઇ હતી. ત્યાં મને ત્રણ પુરુષોની હરકતો પર શંકા હતી. તે સલૂનમાં બાળકીઓના મેકઅપને લઇને સ્ટાફને આદેશ આપી રહ્યાં હતાં. વારંવાર સમય જોઇ રહ્યાં હતા અને યૂએસ જવાની વાત કરી રહ્યાં હતાં.

પ્રિતીએ કહ્યું કે જ્યારે મે એક શખ્સને પૂછ્યુ ત્યારે તેણે કહ્યું કે આ બાળકીઓને તેમના માતા-પિતા પાસે યૂએસ મોકલવામાં આવી રહી છે. તે બાળકીઓ ખૂબ જ માસૂમ લાગી રહી હતી. મને તેમની હરકતો શંકાસ્પદ લાગી.

પ્રિતીએ જણાવ્યું કે જ્યારે તેણે તે પુરુષોની નજરથી બચીને બાળકીઓ સાથે વાત કરી તે તેમણે જણાવ્યું કે તે ગુજરાતની રહેવાસી છે અને જ્યારે તે ત્રણેય શખ્સોએ બાળકીઓ સાથે વાત ન કરવા દીધી ત્યારે તેને કંઇક ગરબડ હોવાને આભાસ થયો. આ વચ્ચે પ્રિતીએ પોલી,ને જાણકારી આપી દીધી અને પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓએ વિદેશ જવા માટે 5 ટિકિટ બુક કરાવી હતી અને દરેક બાળકી માટે તેમણે તેના માતા-પિતાને 1 લાખ રૂપિયા આપ્યાં છે. હાલ પોલીસે બંને બાળકીઓને પોતાની નજર હેઠળ રાખી છે અને તેમની પૂછપરછ કરીને તેમના માતા-પિતાની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Related posts

શાહરૂખ ખાનને રાહત : વર્ષ 2017 વડોદરા નાસભાગ કેસમાં સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો

Hemal Vegda

5 રાશિઓના લોકો માટે ખૂબ જ લકી છે નવરાત્રિ, કુંભ સહિત આ રાશિના જાતકોનું નસીબ ચમકી જશે

HARSHAD PATEL

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk
GSTV