GSTV
Gujarat Government Advertisement

બૉલીવુડની આ હિરોઈન વિરુદ્ધ ગોવામાં FIR નોંધાઈ, અશ્લિલ વીડિયો શૂટ કરવાનો લાગ્યો આરોપ

Last Updated on November 5, 2020 by pratik shah

અભિનેત્રી પૂનમ પાંડે તાજેતરમાં ગોવામાં સમય પસાર કરી રહી છે. આ દરમિયાન હિરોઈન તેના એક વીડિયો શૂટ વિશે ઘણી ચર્ચામાં છે. ગોવાના કૈનાકોના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસ સામે એફઆઈઆર નોંધાઈ છે. આ વ્યક્તિ બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડેના અશ્લિલ વીડિયો શૂટ કરી રહ્યો હતો, ત્યારબાદ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ગોવા સરકારની સંપત્તિ પર કરાવ્યું હતું

અભિનેત્રી પૂનમ પાંડેની ગોવામાં એક બીભત્સ વિડીયો શૂટ કરાવવા મામલે ધરપકડ કરવામાં આવી છે. ગોવાની સ્થાનિક રાજકીય પાર્ટી ગોવા ફોરવર્ડ દ્વારા કરવામાં આવેલ એક FIRને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે. FIRમાં ફરિયાદ કરવામાં આવી છે કે પૂનમ પાંડેએ એ જગ્યાએ એક પોર્ન ફોટોશૂટ કરાવ્યું હતું જે ગોવા સરકારના જળ સંચય વિભાગની સંપત્તિ હતી.

પૂનમ પાંડે ચાપોલી ડેમ પર એક અશ્લિલ વીડિયો શૂટ કરી રહી હતી, ત્યારબાદ મહિલા વિંગે પણ પૂનમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અજાણ્યા શખ્સ વિરુદ્ધ કેસ નોંધ્યા બાદ ગોવા ફોરવર્ડ પાર્ટીની મહિલા વિંગે પૂનમ પાંડે વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.

થોડા દિવસ અગાઉ પૂનમ પાંડેએ ગોવામાં જ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. તેના થોડા દિવસો બાદ તેણે સેમ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂનમની ફરિયાદ બાદ સેમ બોમ્બેની અટકાયત કરવામાં આવી હતી.

પૂનમે તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. કેપ્શનમાં પૂનમે લખ્યું હતું કે, ‘હું તમારી સાથે સાત જન્મોની અપેક્ષા રાખી રહી છું. નોંધનીય છે કે વર્ષ 2011માં ભારતીય ટીમે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યાર બાદ પોતાની નગ્ન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ તે રાતોરાત ચર્ચામાં આવી હતી. એ વખતે પૂનમે અગાઉથી જ જાહેરાત કરી હતી કે જો ભારત વર્લ્ડ કપ જીતશે તો તે નગ્ન થઈને દોડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!