GSTV

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

Last Updated on June 25, 2021 by pratik shah

અભિનેત્રી પાયલ રોહતગીને અમદાવાદ પોલીસે ધરપકડ કરી છે. તેના પર સોસાયટીના ચેરમેન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અપશબ્દો આપવાનો આરોપ છે, પાયલે પછીથી આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. આ સાથે જ પાયલ પર સોસાયટીના લોકો સાથે વાંરવાર ઝગડો કરવાનો, ચેરમેનને જાનતી મારવાની ધમકી પણ આપવાનો આરોપ છે.પાયલ રોહતગીને અમદાવાદ સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે.

પાયલે સોશિયલ મીડિયા પર ચેરમેન વિરુદ્ધ વિવાદસ્પદ લખાણ લખ્યું હતું.સાથે પાયલે વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલ મેસેજ કરી અપશબ્દો બોલ્યા હોવાનો તબીબે આક્ષેપ કર્યો હતો. કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝગડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ અગાઉ પણ સોશિયલ મીડિયામાં કંટ્રોવર્સિઝના કારણે ટ્રોલ થઈ છે. તે સતીપ્રથાની તરફેણ, નોબલ સન્માનિત મલાલા યુસુફઝાઈને અપશબ્દો કહેવા, વીર શિવાજી મહારાજની જાતિ પર સવાલ, કલમ 370ને લઈ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. ફૂડ એપ જોમેટો પર પણ વિવાદીત નિવેદનો આપીને ટ્રોલ થઈ હતી.

READ ALSO

Related posts

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari

3 ઓક્ટોબરે યોજાશે JEE (Advanced) 2021ની પરીક્ષા, કોરોના ગાઇડલાઇન સાથે યોજાશે એક્ઝામ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!