GSTV

અભિનેત્રીએ મોટા ઉપાડે કરેલા પાંચમાં લગ્ન બે અઠવાડિયા પણ ન ટક્યા, નિવેદનમાં ચિંતનની ચટણીઓ જણાવી

Last Updated on February 3, 2020 by Mayur

બેવોચ સીરિઝ તેમજ અન્ય ફિલ્મોમાં ચમકી ચૂકેલી જાણીતી અભિનેત્રી પામેલા એન્ડરસનના પાંચમા લગ્ન બે અઠવાડિયા પણ ટકી શક્યા નથી. પામેલા એન્ડરસનના પાંચમા લગ્ન હોલિવૂડ પ્રોડયુસર જ્હોન પીટર્સ સાથે થયા હતા. ઉલ્લેખનીય છે કે પામેલા ભારતીય રિયાલિટી શો ‘બિગબોસ’ની સ્પર્ધક રહી ચૂકી છે.

પામેલા એન્ડરસન અને જ્હોન પીટર્સે 12 દિવસ પહેલાં લગ્ન કર્યા હતા, જો કે તેઓ હવે અલગ થઇ ચૂક્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. પામેલાએ તેના આ નિવેદનમાં કહ્યું છે કે મને અને જ્હોનને મળેલા આવકાર અને શુભેચ્છાઓ માટે હું સૌનો આભાર માનું છું. આશા રાખું છું કે તમે અમારા આ નિર્ણયને પણ સ્વીકારો અને સમર્થન આપો.

અમે હાલ આત્મવિશ્લેષણ કરવા માગીએ છીએ તેમજ વ્યક્તિગત રીતે અમે એકબીજા પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે જાણવા માગીએ છીએ? જીવન એક યાત્રા છે અને પ્રેમ એક પ્રક્રિયા છે. આ વાસ્તવિકતાને ધ્યાને રાખી અમે અમારાં લગ્નની સત્તાવાર નોંધણી ન કરવાનો  નિર્ણય લીધો છે. અમારા અંગત જીવને માન આપવા બદલ હું સૌનો આભાર માનું છું.

પામેલા અને જ્હોને 12 દિવસ પહેલાં માલિબુમાં એક ખાનગી કાર્યક્રમ યોજી લગ્ન કર્યા હતા. જેમાં બન્નેના બાળકો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જો કે બન્નેએ લગ્ન માટે કોઇ સત્તાવાર દસ્તાવેજો ફાઇલ કર્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે આ લગ્ન બન્નેના પાંચમા લગ્ન હતા અને 30 વર્ષ પહેલાં પણ પામેલા અને જ્હોન એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. પામેલા બિગ બોસની ચોથી સિઝનમાં સ્પર્ધક તરીકે ભારતમાં આવી હતી. આ ઉપરાંત ભારતમાં ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબર વોર્મિંગની સમસ્યાઓ અંગે ભૂતકાળણાં પામેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખી ચૂકી છે.

પર્યાવરણ અને પ્રાણીઓ માટે કામ કરતી જાણીતી સંસ્થા પેટામાં પામેલા એન્ડરસન ડિરેક્ટર હોવાથી તેણે મોદીને પત્ર લખી કહ્યું હતું કે ક્લાયમેટ ચેન્જ હાલ ગંભીર મુદ્દો છે અને સમય વેડફ્યા વગર ભારત સરકારે આ મુદ્દે પગલાં લેવા જોઇએ. તેણે વડાપ્રધાનને સલાહ આપી હતી કે સરકારી કાર્યક્રમોમાં માંસ તેમજ પ્રાણીઓ સાથે જોડાયેલા ઉત્પાદનો ન પીરસાવા જોઇએ.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!