જ્યારેથી Metoo કેમ્પેઇન શરૂ થયું છે ત્યારથી બોલીવુડ અને હોલીવુડ સેલેબ્રિટીઝ પોતાની ઉપર થયેલા યૌન શોષણ પર ખુલીને વાત કરી રહ્યાં છે. તાજેતરમાં જ પદ્માલક્ષ્મીએ પોતાની આપવીતી વ્યક્ત કરી. આ ખુલાસા બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
ભારતીય મૂળની મોડલ અને ટીવી શો હોસ્ટ પદ્મ લક્ષ્મીએ એક મોટો ખુલાસો કર્યો છે કે 16વર્ષની ઉંમરે તેનાં એક મિત્રએ જ તેની સાથે બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. હવે 32 વર્ષ બાદ તેને આ વિશે વાત કરવાનું ઉચિત સમજ્યુ હતું. કારણ કે તે સમજાવવા ઇચ્છે છે કે એક છોકરી માટે કેટલું મુશ્કેલ હોય છે આવી ઘટનાઓ વિશે વાત કરવું.

View this post on Instagram
પદ્મ લક્ષ્મી આ વિશે ત્યારે ખુલાસો કર્યો જ્યારે અમેરિકાએ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવેલા બ્રેટ કાવાના પર બે મહિલાઓ દ્વારા યૌન શોષણનો આરોપ લાગ્યો અને આ મામલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રેટનું સમર્થન કર્યુ હતું. ટ્રમ્પનો તર્કહતોકે જો જજ વિરુદ્ધ લાગેલા આરોપોમાં સત્યતા હોત તો આ મહિલાઓએ આ મામલે ખુબ પહેલાં જ પગલાં લીધા હોત અને પોલીસમાં ફરિયાદ કરી હોત. પદ્મ લક્ષ્મએે આ મામલે પોતાનો મત મુકતા પોતાનો અનુભવ શેર કર્યો હતો.
View this post on Instagram
પદ્મલક્ષ્મી જેની માતા ભારતીય છે અને તેનો જન્મ ચેન્નઇમાં થયોછે. વર્ષ 2003માં તે ‘બૂમ’ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ ફિલ્મ કેટરિના કૈફની છે. પદ્મલક્ષ્મી લેખક સલમાન રૂશ્દીની પત્ની પણ હતી. હાલમાં તે અમેરિકામાં ટીવી શો હોસ્ટ કરે છે.
View this post on Instagram
પદ્મલક્ષ્મીએ તેનાં અનુભવ શેર કરતા કહ્યું કે, તે તેનાં મિત્રની સાથે પાર્ટીમાંથી નીકળી અને મોડુ થવાને કારણે તે મિત્રનાં ઘરે જ રોકાઇ ગઇ હતી. રાત્રે તેને અહેસાસ થયો કે તેનો મિત્ર તેની સાથે ખોટી હરકત કરી રહ્યો છે. તેણે તેને હટાવ્યો પણ આ મામલે કોઇને કોઇ જ ફરિયાદ કરી ન હતી. જ્યારે તેને તેની માને આ વિશે વાત કરી તો તેની માતાએ પદ્મલક્ષ્મીને થોડા દિવસ માટે ભારત મોકલી દીધી હતી.
View this post on Instagram
આ વાતથી પદ્મલક્ષ્મી ફક્ત એટલું જ કહેવા માગે છે કે ક્યારેક ક્યારેક મહિલાઓ માટે મુશ્કેલ થઇ જાય છે પોતાની સાથે થયેલાં યૌન અપરાધ વિશે કોઇને વાત કરવી. બાદમાં લોકો પીડિતાને જ દોષ આપે છે. તેણીએ જણાવ્યું કે જો તેણે રેપની વાત કરી હોત તો લોકો તેને જ પૂછત કે તે રાતે શું કરવા તે એપાર્ટમેન્ટમાં ગઇ હતી.