GSTV
Home » News » ઘરેણાં વેચી ઘર ચલાવી રહી છે 100 ફિલ્મો-ટીવી શોમાં કામ કરનારી આ એક્ટ્રેસ, વારો આવ્યો છે ઘર વેચવાનો

ઘરેણાં વેચી ઘર ચલાવી રહી છે 100 ફિલ્મો-ટીવી શોમાં કામ કરનારી આ એક્ટ્રેસ, વારો આવ્યો છે ઘર વેચવાનો

ટીવી એક્ટ્રેસ નૂપૂર અલંકારનું વ્યક્તિગત જીવન બહુ મુશ્કેલીઓથી ભરેલું છે, નૂપૂરને અત્યારે તેનાં સોના-ચાંદીને ઘરેણાં વેચીને ઘર ચલાવવાનો વારો આવી ગયો છે. સાથે-સાથે સાથી કલાકરઓ અને મિત્રો પાસેથી ઉધાર માંગવા પડે છે,

નૂપૂર અલંકાર ટીવી શો ફુલવા, અગલે જનમ મુજે બિટિયા હી કીજો અને સ્વરાગિની સહિત ઘણી જાણિતી સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે, તેણે અત્યાર સુધી 100 કરતાં વધારે ફિલ્મો અને ટીવી શોમાં એક્ટિંગ કરી છે.

મારાં બધાં અકાઉન્ટ ફ્રિઝ થઈ ગયાં છે
નૂપૂરે જણાવ્યું કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્ક ક્લેપ્સ થવાથી આ સમસ્યા ઊભી થઈ છે, કારણકે તેના પરિવારનાં અકાઉન્ટ આ જ બેન્કમાં છે, તેમનાં બધાં અકાઉન્ટ ફ્રિઝ થઈ ગાઅં છે. તેની મા, બહેન, પતિ, નળંદ અને સસરાનાં બધાં જ અકાઉન્ટ ફ્રિઝ થઈ ગયાં છે.

નૂપૂરે જણાવ્યું કે, પૈસા વગર કેવી રીતે સર્વાઈવ કરવું. હવે ઘરેણાં ગિરવે મૂકવાં? હું મારી પોતાની જ કમાણી કેમ ન વાપરી શકું? હું ટેક્સ ભરું છું તો મારે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કેમ કરવો પડે છે, તાજેતરમાં જ મારા ઘરનું એક સભ્ય ગંભીર રૂપે બીમાર પડ્યું હતું. પરંતુ અમે તેમને આ જ કારણે હોસ્પિટલમાં દાખલ ન કરી શક્યા, અત્યારે અમે એક નર્સ રાખી છે.

આરબીઆઈએ પીએમસી પર લગાવ્યો પ્રતિબંધ
ઉલ્લેખનિય છે કે, 24 સપ્ટેમ્બરે ભારતીય રિઝર્વ બેન્કે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કને નોટિસ મોકલી હતી. આરબીઆઈએ બેન્ક પર છ મહિના માટે લેણદેણ સહિત ઘણી બાબતો પર પ્રતિબંધ મૂક્યા છે.

આ નિર્ણય બાદથી હવે પીએમસી બેન્ક કોઇ નવી લોન મંજૂર ન કરી શકે. કોઇ ગ્રાહક બેન્કમાંથી 25,000 કરતાં વધારે રૂપિયા કાઢી ન શકે. નૂપૂરનાં બેન્ક અકાઉન્ટ આ જ બેન્કમાં છે. જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Related posts

મુસ્લિમ પક્ષે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટ જે પણ ચૂકાદો આપશે તેનું શબ્દેશ: પાલન કરવામાં આવશે’

Mayur

ઉત્તર પ્રદેશની આ કદાવર નેતાએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ખળભળાટ

Mayur

શનિવારે તેલ માલિશ કરવાથી શનિદોષ દૂર થવાની સાથે મળશે બીજા પણ ઘણા ફાયદા, વિજ્ઞાનિક લાભ પણ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!