GSTV

મોટા સમાચાર/ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં જન્મદિવસે મિત્રો સાથે ડ્રગ્સ પાર્ટી કરતી બોલિવૂડની હિરોઈન ઝડપાઈ

પાર્ટી

Last Updated on June 15, 2021 by Bansari

મુંબઇમાં એક બોલિવૂડ અભિનેત્રીને પોતાના જન્મદિવસ પર ડ્રગ્સ સાથે પાર્ટી કરવાનું મોંઘુ પડ્યું છે. આ પાર્ટી વિશે કોઇકે પોલીસને સૂચના આપી, જેના ધાર પર પોલીસ ટીમે ફાઇવ સ્ટાર હોટેલ પર રેઇડ કરીને અભિનેત્રી અને તેના દોસ્તોની ધરપકડ કરી છે. આ અભિનેત્રીની ઓળખ નાઇરા નેહલ શાહના રુપમાં થઇ છે. ઘટના મુંબઇના સાંતાક્રુજ પોલીસ સ્ટેશનની છે.

જ્યાં ફાઇવ સ્ટાર હોટલમાં નાઇરા નેહલ શાહ પોતાનો જન્મ દિવસ ઉજવી રહી હતી. આ પાર્ટી ડ્રગ્સ સાથેની હતી. પોલીસે રવિવારની રાતે હોટેલમાં રેઇડ કરી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાત્રે ત્રણ વાગે તેમણે એક ફાઇવ સ્ટાર હોટેલમાં રેઇડ કરી છે.

જ્યાં બોલિવૂડમાં નાના રોલ કરનાર અભિનેત્રી તેના દોસ્તો સાથે ડ્રગ્સનું સેવન કરી રહી હતી. પોલીસે તેને રંગે હાથ પકડી છે અને ધરપકડ કરવામાં આવી છે.

સાંતાક્રુઝ પોલીસે આ સંબંધમાં NDPS એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી છે.

સાંતાક્રુઝ પોલીસના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેશ્વર ગનોરે ગુપ્તાને આ અંગે સૂચના મળી હતી કે એક બોલિવૂડ અભિનેત્રી ફાઇવ સ્ટાર હોટેલમાં પોતાના દોસ્તો સાથે ડ્રગ્સ સાથે પાર્ટી કરી રહી છે.

જેના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. અભિનેત્રી સાથે તેના દોસ્ત આશિક હુસૈનની પણ ધરપકડ કરી છે.

Read Also

Related posts

BIG NEWS / આ તારીખે રાજ્યમાં યોજાશે ગુજરાતી ભાષાની “ઉચ્ચ શ્રેણી”ની પરીક્ષા, ચુસ્તપણે કોવિડ ગાઇડલાઇનનો પાલન કરવા આદેશ

Dhruv Brahmbhatt

જલ્દી કરો! માત્ર 29 હજારમાં મળી રહ્યો છે iPhone! ઑફર જાણશો તો થઇ જશો ખુશ

Bansari

Kriti Sanon Birthday/ કૃતિ સેનન પાસે છે કરોડોની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!