GSTV
Home » News » મલાઈકાએ ફોર્મમાં આવીને video તો મુકી દીધો પણ પછી લોકોએ જે મજા લીધી એ એમને નહીં ગમે

મલાઈકાએ ફોર્મમાં આવીને video તો મુકી દીધો પણ પછી લોકોએ જે મજા લીધી એ એમને નહીં ગમે

Malaika Arora trolled

બોલીવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા સોશિયલ મિડીયામાં પોતાની અવનવી તસ્વીરો મુકવા માટે જાણીતી છે. તાજેતરમાં તેણે એક તસ્વીર સોશ્યલ મિડીયામાં મુકી છે જેમાં તેના કપડાને લઇ લોકો અવનવી કોમેન્ટ કરી તેની મજાક ઉડાવે છે. તેણે સોશિયલ મિડીયામાં મુકેલો ફોટો બાંદ્રા ખાતેના એક જીમનો છે. કોમેન્ટ કરતા એક વ્યકિતએ લખ્યું છે કે તે શું સાબિત કરવા માગે છે? તો બીજાએ લખ્યું છે કે બધા યુવાનોને બરબાદ કરી નાખશે આ આન્ટી.

View this post on Instagram

#malaikaarorakhan snapped at bandra

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તો અન્ય એકે લખ્યું છે કે કાંઇ નથી આના કરતા તો અગાઉ વધારે અંગ પ્રદર્શન કરતા ફોટો અમે જોઇ ચુકયા છીએ. એકે તો વળી તેના બાળકને યાદ કરી લખ્યું છે કે તેને એક બાળક પણ છે તો તેને શું બતાવવા માગતી હશે ? એક લખ્યું છે કે શું શરીરને કલર કરાવી લીધો ? તેની રોજ રોજ નવી નવી તસ્વીરો જોઇ અન્ય એકે લખ્યું છે કે કપૂરને ફસાવવાનો તો આ જ ફાયદો. તો અન્યે લખ્યું છે કે છી… છી.. બહુ ભયાનક દેખાય છે.

તો વળી કેટલાક તેના કપડાના વખાણ પણ કરે છે. તેની મજાક કરવાવાળાને એકે જણાવ્યું છે કે લોકો તેની પાછળ કેમ પડી ગયા છે એ એનું જીવન છે અને તેને તેની રીતે જીવવા દો. તો વળી બીજાએ મલાઈકાની ફીટનેશના વખાણ કરતા જણાવ્યું કે આ ઉંમરે પણ તે લોકોને આકર્ષી શકે છે. બોલીવૂડમાં આવું સુંદર અને સ્વસ્થ શરીર કોઇનું નથી. તમને એ બતાવી દઇએ કે આ અગાઉ પણ તેણે સોશ્યલ મિડીયામાં મુકેલા તેના કેટલાક ફોટા મજાકના કારણ બની ચુકયા છે. આ વખતે તેણે કહેલું કે આનાથી મને કોઇ ફરક પડતો નથી. જો કે હાલ મલાઈકા અભિનેતા અર્જુન કપૂરની સાથેના સંબંધોને લઇ બહુ ચર્ચામાં છે કેટલાક દિવસો પહેલા એવી પણ વાતો અખબારોમાં આવી હતી કે તે બંને હવે થોડા દિવસોમાં જ લગ્ન કરી લેવાના છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કોંગ્રેસના હાથ આવશે સત્તા કે છવાયેલો રહેશે મોદીનો જાદુ?

Mansi Patel

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!