કાજલ અગ્રવાલ આવતા સપ્તાહે ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે, તાજેતરના એક વીડિયોમાં તેના હાથમાં સગાઈની રીંગ જોવા મળી હતી. કાજલ અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની આંગળીમાં મોટી સગાઈની રિંગ દેખાતી હતી. તે જોઈ શકે છે તે તેની આંગળીઓ નચાવતી હતી અને તેના માધ્યમથી તે ઓકે અને થમ્સ અપની નિશાની પણ બનાવી રહી હતી.

30 ઓક્ટોબરના રોજ કાજલ માંડશે પ્રભુતામાં પગલાં
કાજલ અને ગૌતમ 30મી ઓક્ટોબરે મુંબઇમાં લગ્ન કરવાના છે ગૌતમ એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેનું પોતાનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. બંનેએ આ મહિનાની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર લગ્નની ઘોષણા કરી હતી. તેમણે લખ્યું હતું કે, ‘મને આ કહેતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હું 30 ઓક્ટોબરે ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છું, મુંબઈમાં એક નાનો કાર્યક્રમ યોજાશે, જેમાં અમારા પરિવારના સભ્યો સામેલ હશે. કોરોનાને કારણે અમે એક નાનો કાર્યક્રમ રાખવાનું મન બનાવી લીધું છે પરંતુ અમે એક બીજા સાથે નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

પ્રેમ અને આશીર્વાદ માટે માન્યો આભાર
કાજલ અગ્રવાલે વધુમાં કહ્યું કે, ‘હું આપ સૌનો આભાર માનું છું કે તમે મને ખૂબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા, તમે મારી મૃત્યુ યાત્રામાં પણ મને ટેકો અને યોગદાન આપશો તેવી હું આશા રાખું છું. હું આગળ પણ કામ કરતી રહીશ જે હું આજ સુધી કરતી આવી છું. તમારા સમર્થન બદલ આભાર.’ કાજલ અગ્રવાલ બોલિવૂડની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. અક્ષય કુમારની સાથે તેણે ફિલ્મ ‘સ્પેશિયલ 26’માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- ચોંકાવનારું/ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસરની ચેતવણી, રસી મેળવનાર વ્યક્તિ પણ વાયરસનું સંક્રમણ ફેલાવી શકે!
- વાહનની કિંમત અને વીમા પ્રીમિયમ માટે આપવા પડી શકે છે બે ચેક
- ભાજપ ઇલેકશન મોડમાં: રામ જન્મભૂમિમાં દાન આપનારને મળશે તક, ટીકીટ વાંચ્છુઓના ધાડેધાડાં જોઇને અટપટાં નિયમો ઘડયાં
- LAC પર તણાવની સ્થિતિ સ્થિર, ભારત અને ચીન વચ્ચે 9માં રાઉન્ડની વાત 15 કલાક ચાલી
- REALME C20 સ્માર્ટફોન લોંચ, મળશે મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર