સિંઘમ ફિલ્મથી સૌ કોઈના દિલમાં જગ્યા બનાવનારી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના બોયફ્રેન્ડ ગૌતમ કિચલૂ સાથે મુંબઈની એક હોટલમાં લગ્ન કર્યા છે. કોરોનાના કારણે આ લગ્નમાં સિમિત સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ફક્ત ઘરના લોકો જ હાજર રહ્યા હતા.

ત્યારે હવે કાજલ અને ગૌતમની વરમાળાની તસ્વીર સામે આવી છે. બંનેના આ ડ્રીમ વેડીંગની લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે બંનેએ પોતાના નવા જીવનની શરૂઆત કરી છે.

દુલ્હનના વેડીંગ ડ્રેસમાં કાજલ અત્યંત સુંદર લાગી રહી છે. તેણે લગ્ન માટે રેડ કલરનો ચણિયો પસંદ કર્યો હતો, કમરબંધ કંદોરો અને હૈવી નેકલેસ તેને કંપ્લિટ લુક આપે છે.

તો વળી ગૌતમની વાત કરીએ તો, વ્હાઈટ કલરની શેરવાનીમાં તે જોવા મળ્યો હતો. બંનેની વરમાળાનો રંગ પણ વ્હાઈટ છે. બંને અહીં મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી