GSTV

અમેરિકન એક્ટ્રેસ જેસિકા કૈમ્બેલનું રહસ્યમય સંજોગામાં મોત, બાથરૂમમાંથી મળી આવી લાશ

અમેરિકાન એક્ટ્રેસ અને નૈચુરોપૈથી ફિઝિશિયન જેસિકા કૈમ્બેલની ગત મહિને રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયું હતું. જેસિકા ફક્ત 38 વર્ષની હતી, અને તે 29 ડિસેમ્બરે પોતાના પોર્ટલૈંડ સ્થિત આવેલા ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. ફિલ્મ ‘ઈલેક્શન’માં કામ કરી ચેકેલી જેસિકાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજૂ સુધી તેના પરિવારના લોકોને નથી મળ્યો અને ખબર નથી પડી કે, આખરે તેનું મોત ક્યા કારણોસર થયું.

જેસિકાની કઝિન સારા વેસલિંગે તેની મોતની ખબરની પુષ્ટિ કરતા મીડિયાને જણાવ્યુ હતું કે, જેસિકા દરરોજની માફક પોતાના ક્લિનિક ગઈ હતી અને તે દિવસે પોતાના પરિવારને પણ મળી હતી. સારા જણાવે છે કે, જેસિકા બાથરૂમમાં ગઈ હતી, પણ ત્યાંથી પાછી ન આવી તો તેની માતા ચેક કરવા ગયા હતા. જેસિકા બાથરૂમમાં ફર્શ પર પડેલી જોવા મળી હતી. પરિવાર જણાવે છે કે, જેસિકા છેલ્લા કેટલાય સમયથી શ્વાસની તકલીફ હોવાનું જણાવી રહી છે.

જેસિકાએ રીસ વિદરસ્પૂન સાથે ફિલ્મ ‘ઈલેક્શન’માં કામ કર્યુ છે, ઉપરાંત તેને અમુક ટીવી શોઝમાં પણ કામ કર્યુ છે. ત્યાર બાદ એક્ટિંગ છોડીને તેણે ડોક્ટર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યુ હતું. જેસિકા પોતાની પાછળ 10 વર્ષનો દિકરો ઓલિવરને પણ છોડી ગઈ છે.

READ ALSO

Related posts

અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા

Pritesh Mehta

ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન

Mansi Patel

જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!