GSTV

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Last Updated on December 7, 2021 by GSTV Web Desk

બૉલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ હાલમાં તેની ફિલ્મ કરતાં મની લોન્ડરિંગ કેસ મામલે વધુ ચર્ચામાં છે. હવે મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. જેકલીન ફર્નાન્ડીઝને ઈડી દ્વારા ફરી સમન પાઠવવામાં આવ્યું છે. આ કેસ દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને આશરે રૂ. 200 કરોડની ખંડણી સાથે સંબંધિત છે.

આ પહેલા રવિવારે જેકલીનને દેશની બહાર જતા અટકાવવામાં આવી હતી. જેકલીન તેના એક શો માટે વિદેશ જઈ રહી હતી પરંતુ EDના લુક આઉટ સર્ક્યુલરના કારણે જેકલીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે અને તેને વિદેશ જવાની મંજૂરી નહોતી આપવામાં આવી. આ કેસમાં જેકલીનની ધરપકડ પણ થઈ શકે છે.

હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં EDએ દાવો કર્યો હતો કે સુકેશે જેકલીનને કરોડોની ગિફ્ટ આપી હતી. ED અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચેની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી અને ત્યારથી બંને ખૂબ જ નજીક છે. આ દરમિયાન સુકેશે જેકલીનને 10 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. તેમાં અનેક જ્વેલરી, હીરા જેવી લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, સુકેશે જેકલીનને 36 લાખની ચાર પર્શિયન બિલાડીઓ અને 52 લાખનો ઘોડો પણ આપ્યો હતો.

GSTV

Read Also

Related posts

ગુનાનું પગેરું / અમદાવાદ પોલીસ તંત્ર બન્યું હાઈટેક, ગુનેગારોની માહિતી મળશે હવે આંગળીના ટેરવે

GSTV Web Desk

ચોંકાવનારો બનાવ / સુરતમાં નશામાં ધૂત યુવક ભૂલ્યો ભાન, દેશી દારૂ સમજી એસિડ ગટગટાવતા મોત

GSTV Web Desk

Budget 2022 / હોમ-લોન માર્કેટમાં આવશે જબરદસ્ત ફેરફાર, ઘર ખરીદવા પર મળશે આ વધારાની છૂટછાટ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!