GSTV
Home » News » ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સાથે અફેરને લઈ પ્રથમ વખત બોલી આ એક્ટ્રેસ, જાણો વિગતે

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સાથે અફેરને લઈ પ્રથમ વખત બોલી આ એક્ટ્રેસ, જાણો વિગતે

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા ટૂંક સમયમાં ટીવી રિયાલિટી શોમાં જોવા મળશે. ઈશા ‘હાઈ ફીવરઃ ડાન્સ કા નયા તેવર’માં જજ તરીકે દેખાશે. ઈશા ગુપ્તા તેના અફેરને લઈ પણ ચર્ચામાં રહે છે. આ વિશે પ્રથમ વખત ખુલીને વાત કરી છે.

હાલ બોલિવૂડમાં ઈશા ગુપ્તા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા છે. બંનેના અફેરની વાત ગત જૂન મહિનાથી શરૂ થઈ હતી. ઈશા અને હાર્દિકની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી અને થોડા જ સમયમાં બંને એકબીજાની નજીક આવી ગયા હતા.

ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે અફેરની વાત પર કહ્યું, તમે જેટલું વાંચ્યું-સાંભળ્યું છે તેટલી જ સચ્ચાઈ છે. લોકોનું કામ વાતો કરવાનું છે. ગમે તેમ લખશે પરંતુ મારી હકીકત મને જ સચ્ચાઈ છે. આ વખતે ન તો હું ના પાડી કહી છું કે હા કહું છું.આ વાતો સાંભળીને એમ થાય છે કે બંનેને લઈ જે વાતો આવી રહી છે તે માત્ર અફવા નથી. ઈશાએ જો કે તેના સંબંધનો ખુલ્લેઆમ સ્વિકાર તો ન કર્યો પરંતુ ઈન્કાર પણ ન કર્યો.

ઈશા ટૂંક સમયમાં જ ડાયરેક્ટર ઈંદર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત, બોમન ઈરાની, મહેશ માંજરેકર અને અરશદ વારસી છે.

Related posts

નિત્યાનંદ આશ્રમના મામલે જીએસટીવીનો સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો, ભોળા લોકોને ભરમાવવાનો થયો પર્દાફાશ

Bansari

અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

Bansari

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!