GSTV
Home » News » આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

આમિર ખાનની પુત્રી ઇરા ખાન ટૂંક સમયમાં દિગ્દર્શનની દુનિયામાં પગ મૂકવા જઈ રહી છે. જો કે ઇરા ખાન ફિલ્મ દિગ્દર્શનને બદલે થિયેટર પ્લેથી પોતાની ઇનિંગ્સની શરૂઆત કરવા જઇ રહી છે. ઇરા એક દુર્ઘટનાની વાર્તા પર આધારિત ‘યુરીપિડ્સ મેડિયા’ નામના નાટકનું દિગ્દર્શન કરવા જઈ રહી છે. ઇરા ખાનના આ નાટકમાં અભિનેત્રી હેઝલ કીચ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Actress Hezel Keech will work with ira khan in her play

‘યુરીપાઇડ્સ મીડિયા’માં જોડાવા વિશે વાત કરતાં હેઝલે શેર કર્યો, “મેં તેના માટે ઓડિશન આપ્યું અને મને મેડિયાની ભૂમિકા નિભાવવાનું કહેવામાં આવ્યું. મેં આ નાટક જ્યારે હું 20 વર્ષની હતી ત્યારે જોયુ હતુ અને તેમા ભુમિકા નિભાવવા વિશે વિચાર્યું. હવે જ્યારે મારી પાસે તક છે, તો હું તેને આત્મવિશ્વાસથી નિભાવવા માંગુ છું. “

તેણે એક તસવીર શેર કરી છે જેમાં તે હેઝલને પ્રપોઝ કરતી જોવા મળી રહી છે. તે પ્રપોઝલમાં હેઝલને ફૂલોને બદલે સ્ક્રિપ્ટની દરખાસ્ત કરી રહી છે. આ તસવીર શેર કરતા ઇરાએ લખ્યું, “.. અને તેણે હા પાડી. એક મિત્ર હોવાના કારણે કામ કરવાનું મારા માટે મહાન છે પરંતુ એક અભિનેત્રી તરીકે કામ કરવાનું વધુ સારું છે. ”

ઇરા સાથે કામ કરતી વખતે હેઝલે કહ્યું કે તેણે રિહર્સલ શરૂ કરી દીધી છે. તેણે કહ્યું કે ઇરા હજી યંગ છે પરંતુ તે માને છે કે ઇરાએ ખૂબ જ નાની ઉંમરે ઘણું જોયું છે. તે જ સમયે ઇરા ખાને પણ આ નાટક સાથે હેઝલની સંડોવણી વિશેની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ મનોરંજક રીતે શેર કરી છે.

READ ALSO

Related posts

બોલિવુડમાં ડેબ્યૂ કરશે રિયલ ‘કબીર સિંહ’, અનન્યા પાંડે સાથે કરશે આ ફિલ્મમાં કામ

Arohi

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi

નવ મહિલાની એક અદ્ભૂત સંઘર્ષગાથા, આ તારીખે આવી રહી છે કાજોલની શોર્ટ ફિલ્મ ‘દેવી’

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!