GSTV

અભિનેત્રી દિવ્યા ભટનાગરની તબિયત લથડી, કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ: હાલ વેન્ટિલેટર પર

કોરોના

‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ ની અભિનેત્રી દિવ્યા ભટનાગરને કોરોના વાયરસ થઈ ગયો છે. અભિનેત્રીની માતા અને ભાઈ તેણીની તબિયત લથડી હોવાના સમાચાર સાંભળી દિલ્હીથી મુંબઈ પહોંચી ગયા છે. દિવ્યાની માતાએ ખાનગી મીડિયા સાથે અભિનેત્રીની લથડતી હાલત વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, દિવ્યાની હાલત ખૂબ જ નાજુક છે અને તેણીને વેન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવી છે.

સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હે અને તેરા યાર હું મેમાં નજરે આવી હતી આ અભિનેત્રી, અભિનેત્રીની તબિયત વધુ લથડતા 26 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દિવ્યાને નિમોન્યા થયો હતો, ત્યાર બાદ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ મામલે દિવ્યાની માતાએ નિવેદન આપ્યું હતું કે જ્યારે અમે દિવ્યાની તબિયત વિશે જાણકારી મળી હું અને મારો પુત્ર તાબડતોડ મુંબઈ આવી પહોચ્યાં હતા. હાલ દિવ્યાની તબિયત અત્યંત ક્રિ઼ટીકલ છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે.

દિવ્યા ભટનાગરના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેણીની એક ફોટો શેર કરવામાં આવી હતી. આ ફોટોમાં દિવ્યાને તેણીને હોસ્પીટલના બેડ પર જોઈ શકાય છે. ફોટોના કેપ્શનમાં દિવ્યા માટે ભગવાન પાસે દુઆ કરવાનો ફેન્સને આગ્રાહ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

જણાવી દઈએ કે, દિવ્યા ભટનાગર સીરિયલ તેરા યાર હૂં મૈંની શૂટિંગ કરી રહી હતી, ત્યારે તેણીને હોસ્પીટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેણીનો કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દિવ્યાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સીરિયલ સાથે જોડાયેલ બધા લોકોએ પોતાનો ટેસ્ટ કરાવ્યો છે.

READ ALSO

Related posts

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

કોરોના સામે રક્ષણ મેળવવા ભારતનું વધુ એક હથિયાર તૈયાર કર્યું, Nasal વેક્સિનના ટ્રાયલને મંજૂરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!