GSTV

ટીવીની ફેમસ એક્ટ્રેસના આવ્યાં આવા દિવસો! આ કારણે નથી મળી રહ્યું કામ, રૂપિયાના પણ પડી ગયા ફાંફા

એક્ટ્રેસ

Last Updated on June 25, 2021 by Bansari

પ્રખ્યાત ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાએ એક એવો ખુલાસો ક્યો છે જેને જાણીને તમારું હૃદય હચમચી જશે. એક્ટ્રેસએ કહ્યું છે કે તે આજકાલ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. માતા હોવાને કારણે તેને કામ મળતું નથી. તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે પોતાની આપવીતી શેર કરી છે.

ફેસબુક અને ટ્વિટર પર કર્યો ખુલાસો

ચાહત ખન્નાએ ગુરુવારે ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ લખીને કામ નહીં મળવા અંગે મોટો ખુલાસો કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેથી, હવે તેણે તેની આપવીતી વર્ણવવા માટે આ પ્લેટફોર્મની મદદ પણ લીધી છે. તેણે તેના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર જણાવ્યું છે કે માતા હોવાને કારણે કોઈ તેને કામ નથી આપી રહ્યું. જેના કારણે તેને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એક્ટ્રેસ

બે પુત્રીઓની માતા છે ચાહત

તમને જણાવી દઈએ કે ચાહત ખન્ના બે પુત્રીની માતા છે. આ પોસ્ટમાં ચાહતે લખ્યું છે કે, ‘હું સિંગલ મધર છું. પરંતુ માતા હોવાને લઇને ગેરસમજ થઈ રહી છે. હું થોડી મદદ અને થોડા પૈસાથી મારા બે બાળકોને ઉછેરું છું. તેઓ (નિર્માતાઓ) મને માતા હોવા પર જજ કરે છે કે હું પહેલા જેટલી તાકાતથી કામ શકતી નથી, પરંતુ સત્ય એ છે કે માતા બનવું તમને પહેલા કરતાં વધુ મજબૂત બનાવે છે કારણ કે તમે તમારા બાળકો અને તેમના ભાવિ માટે કામ કરી રહ્યા છો. કામની ઑફર્સ હવે નથી મળી રહી પરંતુ હું કોઈ નબળી વ્યક્તિ અથવા કલાકાર નથી. હું દરેક બાબતમાં મજબૂત, ફિટર અને બહેતર છું. જે છે તેને સામે રજૂ કરો.’

ઝડપથી વાયરલ થઇ રહી છે ચાહતની પોસ્ટ

આ પોસ્ટ સામે આવતા જ, હવે તે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તેના ચાહકો અને ઉદ્યોગના ઘણા લોકો આ પોસ્ટ પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ સાથે એક ઇન્ટરવ્યુમાં ચાહત ખન્નાએ કહ્યું છે કે, ‘જ્યારે કોઈ પરિણીત અભિનેત્રી, જે માતા પણ છે ,ને કાસ્ટ કરવાની વાત આવે છે, ત્યારે નિર્માતાઓ બે વાર વિચાર કરે છે. હું જોહર અને અમાયરા નામની બે છોકરીઓની માતા છું. હું ડબલ મહેનત સાથે કામ કરવા તૈયાર છું, પણ મને કોઈ ઓફર નથી મળી.

એક્ટ્રેસ

આ સિરિયલોમાં જોવા મળી હતી ચાહત

ચાલો તમને જણાવી દઈએ કે ચાહત ખન્ના ટીવીની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘કુબૂલ હૈ’ સહિત અનેક ટીવી સિરિયલોમાં પોતાની અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું છે. તે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળી છે.

Read Also

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!