GSTV

બોલીવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે વેન્ટિલેટર માટે માગી મદદ, સોશ્યલ મીડિયામાં કરી આજીજી

Last Updated on May 4, 2021 by Harshad Patel

કોરોના સંક્રમણના વધતા કેસોને કારણે દેશની હોસ્પિટલોમાં હાલત ખૂબજ ખરાબ છે. દેશની હોસ્પિટલોની હાલત જ આઈસીયુ જેવી થઈ ગઈ છે. સામાન્યથી લઈને ખાસ વ્યક્તિઓને હોસ્પિટલોમાં બેડ મળી રહ્યા નથી. ઓક્સિજન અને વેન્ટિલેટર માટે પણ લોકોની દોડાદોડી થઈ રહી છે. લોકો હોસ્પિટલની અંદર અને બહાર શ્વાસ છોડવા લાચાર બની રહ્યા છે. લોકોની હાલાકી સોશ્યલ મીડિયા ઉપર પણ જોવા મળી રહ્યું છે. તમામ મદદનો પોકાર કરી રહ્યા છે.

પોતાની માસી માટે વેન્ટિલેટરની મદદ માગી

બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ પોતાની માસી માટે વેન્ટિલેટરની મદદ માગી છે. 3 મેના સાંજે ભૂમિ પેડનેકરે ટ્વિટ કરીને કહ્યું કે આ દિવસો ખૂબ મુશ્કેલી ભર્યા બની રહ્યા છે. મને મારી માસી માટે દિલ્હી એનસીઆરમાં વેન્ટિલેટરની જરૂરિયાત છે. તે આઈસીયુમાં છે અને તેમને જલદીથી શિફ્ટ કરવા પડશે. જો કોઈને આ બાબતમાં જાણકારી હોય તો કૃપા કરીને મને મેસેજ કરીને બતાવો.

છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 ના 3,57,229 નવા કેસ

દેશમાં કોરોનાવાઈરસનો પ્રકોપ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 ના 3,57,229 નવા કેસ પછીના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 2,02,82,833 થઈ છે. 3,449 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત પછીનો કુલ મૃત્યુ આંક 2,22,408 થઈ ગયો છે. હાલ દેશમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 34,47,133 છે અને ડિસ્ચાર્જ મેળવનારાની કુલ સંખ્યા 1,66,13,292 છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!