ગુજરાતી ફિલ્મ ઈન્ડ્રસ્ટ્રી માટે માઠા સમાચાર આવ્યા છે. હેલારો ફિલ્મ થકી ઘર ઘરમાં જાણીતી થયેલી અભિનેત્રી ભૂમિ પટેલનું આજે દુ:ખદ નિધન થયું છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રની બે જાણીતા દિગ્ગજ કલાકારો મહેશ-નરેશનું નિધન થયું હતું. તેના શોકમાંથી હજુ લોકો બહાર નથી આવ્યા તાજ ભુમી પટેલના મોતના સમાચાર સામે આવતા શોકનું મોજુ ફરી વળ્યું છે.

નોંધનિય છે કે રાષ્ટ્રીય ફિલ્મ ઓવોર્ડમાં હેલારોને અનેક એવોર્ડ મળ્યા હતા. 2019માં આવેલી આ ફિલ્મે સમગ્ર ભારતમાં છાપ છોડી હતી. આ ફિલ્મમાં ભૂમિ પટેલે ડાન્સરની ભૂમિકા ભજવી હતી. મળતી માહિતી પ્રમાણે ભૂમિને કેન્સર હતું અને તેની સામે લડતા લડતા તે જંગ હારી ગઈ છે.


13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો
સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મ્સ પ્રસ્તુત હેલ્લારો ફિલ્મને ભારત સરકારના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ટોચનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને સ્પેશિયલ જ્યૂરીનો બેસ્ટ એક્ટ્રેસ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ બંને એવોર્ડ જીતનાર હેલ્લારો પહેલી ગુજરાતી ફિલ્મ છે.
READ ALSO
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ