ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવનાર અભિનેત્રી ભાગ્યશ્રી લગભગ એક દાયકા બાદ ફિલ્મ જગતમાં પરત ફરી રહી છે, ત્યારે તેણીનું કહેવુ છે કે, પોતે એક નવોદિત કલાકાર જેવુ મહેસુસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાગ્યશ્રીએ વર્ષ 1989માં સલમાન ખાન અભિનિત ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ થી પોતાની બોલીવુડ સફરની શરૂઆત કરી હતી. છેલ્લી વખત તેણી વર્ષ 2010માં આવેલી ફિલ્મ ‘રેડ એલર્ટ-દ વૉર વિદિન’ માં નજર આવી હતી.

કન્નડ ફિલ્મથી પરત ફરશે ભાગ્યશ્રી
ભાગ્યશ્રી આ વર્ષે કન્નડ ફિલ્મ ‘સીતારામ કલ્યાણ’ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પરત ફરી રહી છે. ત્યારબાદ તેણી ફિલ્મ ‘કિટ્ટી પાર્ટી’, ‘2 સ્ટેટ્સ’ ની તેલુગૂ રીમેક અને અભિનેતા પ્રભાસની એક ફિલ્મમાં પણ જોવા મળશે, જેનુ સંભવિત નામ ‘પ્રભાસ 20’ હોઈ શકે છે.


દર્શકોને જોવા મળશે અલદ અંદાજ
ભાગ્યશ્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, દરેક ફિલ્મમાં લોકોને ભાગ્યશ્રીનો એક નવો જ અવતાર જોવા મળશે. તેણીએ વધુમાં કહ્યુ કે, હું આ દરેક પળનો આનંદ ઉઠાવી રહી છે. કારણ કે, મને લાગી રહ્યુ છે કે, મને અલગ-અલગ પાત્ર ભજવવાની તક મળી રહી છે. ઘણુ બધુ નવુ શીખ્યા બાદ મને એક નવોદિત કલાકાર જેવુ મહેસુસ થઈ રહ્યુ છે.
આ કારણે ફિલ્મથી દૂર હતી અભિનેત્રી
જો કે, ભાગ્યશ્રીએ જલ્દી જ એક હિન્દી ફિલ્મ પણ કરવાની જાણકારી આપી હતી, પરંતુ તેમના નિર્માતાની સત્તાવાર જાહેરાતના કરતા પહેવા તેણીએ વધારે જાણકારી આપવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભાગ્યશ્રીને ‘કેલ્સિફિટ ટેન્ડિનાઈટિસ’ ની ફરીયાદના કારણે કામમાંથી દૂર જવુ પડ્યુ હતું.
READ ALSO
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!
- બંગાળમાં રાજકીય નૃત્ય: દીદીને વધુ એક ઝટકો, ચૂંટણી પહેલા વન મંત્રીએ આપ્યું રાજીનામુ
- બજેટ 2021 : ઘરોની માંગ વધારવા માટે ટેક્સ છૂટની સમય મર્યાદા વધારે સરકાર, રોકાણકારોને મળે છૂટ
- સુરતીલાલાઓ ચેતી જજો! સુરતના જાહેર માર્ગ પર ફરી રહ્યો છે ‘યમરાજ’, લોકો પણ જોઈને ચોંકી ઉઠ્યા!