GSTV

ચેતવણી/ ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા અને વેબ સીરિઝની બે અભિનેત્રી ચોરીમાં ઝડપાઈ : કામ ન હોવાથી રૂપિયા ખૂટ્યા

Last Updated on June 19, 2021 by Harshad Patel

ક્રાઈમ પેટ્રોલ, સાવધાન ઈન્ડિયા, વેબ સીરિજમાં અભિનય કરનારી બે અભિનેત્રીની ચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. ગોરેગામમાં મિત્રને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રોકાયા બાદ તેમણે એક મહિલાના સવા ત્રણ લાખ રૂપિયાની ચોરી કરી હતી. લોકડાઉનમાં કામ ન મળતા બંનેની આર્થિક સ્થિતિ સારી નહોતી.

કોર્ટે તેમને 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો

તેમની પાસે રૂમનું ભાડુ ચૂકવવા પૈસા પણ નહોતા. આથી બંને અભિનેત્રીએ ચોરી કરી હોવાનું કહેવાય છે. પોલીસે અભિનેત્રી સુરભી શ્રીવાસ્તવ (ઉ.વ.25) અને મોસિના શેખ (ઉ.વ.19)ને પકડીને 50 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. કોર્ટે તેમને 23 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

મિત્રને ત્યાં સુરભી અને મોસિના પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા આવી હતી

આરે કોલોનીમાં મિત્રને ત્યાં સુરભી અને મોસિના પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા આવી હતી. તેમની સાથે અન્ય એક મહિલા પણ રહેતી હતી. તેમણે લોકરમાંથી આ મહિલાના 3 લાખ 28 હજાર રૂપિયાની ચોરી કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. ચોરી બાદ બંને સોસાયટીમાંથી બહાર જતી વખતે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે બંનેને પકડીને વધુ તપાસ આદરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari

આકાશી આફત / ભારે વરસાદ મહારાષ્ટ્રમાં આફત બની, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 112 લોકોના મોત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!