GSTV
Home » News » એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

હોલીવુડના એક શો ‘સોપ્રાનોસ’ની અભિનેત્રી એનાબેલ સ્કીયરાએ કોર્ટમાં રડતા રડતા  કહ્યું હતું કે પૂર્વ હોલીવુડ ફિલ્મ નિર્માતા હાર્વે વેસ્ટેઇને મારા બેડરૂમમાં ઘુસીને મારા પર બળાત્કાર કર્યો હતો જેના કારણે મને એમ લાગતું હતું કે હું ‘સીઝર’છું. આ ઘટના પછી અભિનેત્રીએ પોતાની જાતને નુકસાન પણ કર્યું હતું.

અત્રેની કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણીમાં સ્કીયરાએ વેઇન્સટને નેવુંના દાયકામાં મોડી રાત્રે કેવી રીતે તેને લાચાર બનાવીને ન્યુયોર્કના એના ઘરમાં ઘુસીને બળાત્કાર કર્યો હતો તે આખી ઘટના કહી સંભળાવી હતી. 59 વર્ષની એનાબેલા એ કહ્યું હતું કે ‘એ એટલો બિહામણો હતો કે મારૂં આખું શરીર કાંપી ગયું હતું. મને તો ખબર જ ના પડી કે શું ચાલી રહ્યું છે.

સ્કીયરાએ કોર્ટમાં હાથ જોડીને પોતાના પર જે વિતી હતી તે આખી વાત કહી સંભળાવી હતી. કેવી રીતે નિર્માતા વેઇન્સટન એના ઘરમાં અને પછી બેડરૂમમાં ઘુસી ગયો હતો અને કેવી રીતે પલંગ પર તેને ખેંચી હતી તે તમામ વાતો કહી હતી. આરોપીના વકીલે પૂછેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ‘એ મારા પર ચઢી ગયો હતો અને બળાત્કાર કર્યો હતો’.

ઉલ્લેખનીય છે કે મીટુ ઝુંબેશમાં હાર્વે  વેસ્ટેઇન પર આરોપ લગાડનાર સ્કીયરા પ્રથમ મહિલા અને પિડીતા હતી. કેસની સુનાવણી વખતે આરોપી 67 વર્ષના વેસ્ટેઇન લોકો સાથે નજર મેળવી શકતો નહતો. ઉલ્લેખનીય છે કે 80 કરતાં વધુ મહિલાઓએ વેઇન્સટન પર બળાત્કારના આરોપો લગાડયા હતા જેમાં પ્રખ્યાત અભિનેત્રી એન્જેલીના જોલીનો પણ સમાવેશ થાય છે.

અગાઉ પણ વેસ્ટીઇન પર બળાત્કારના આરોપો લાગ્યા હતા અને  તેની જ પૂર્વ સહાયીક મિલિ હાલયી અને ફિલ્મ અભિનેત્રી જેસિકા માને પણ બળાત્કારના આરોપો લગાડયા હતા જેને બળાત્કારીએ નકારી કાઢ્યા હતા.

પરંતુ સ્કીયરાના આરોપ અને સાક્ષી વખતે તે શાંતીથી ઊભો રહ્યો હતો. પિડીતાએ કહ્યું હતું કે વેઇન્સટન એક માનસિક પ્રાણી છે જેને બળાત્કારની ટેવ પડી ગઇ છે.અનાબેલ સ્કીયેરાના આરોપો ભલે જુના હોય, પરંતુ દોષિત સાબીત થતાં તેને આજીવન કેદની સજા થઇ શકે છે.

અગાઉ પણ બે મહિલાઓ પર બળાત્કાર કર્યાનો કેસ તો ચાલે જ છે. સ્કીયેરાએ કહ્યું હતું કે 1993-94ના શિયાળામાં મેનહટ્ટનના ગ્રામેસી પાર્ક વિસ્તારમાં આ ઘટના બની હતી. વેઇન્સટને બિઝનેસ ડિનર પછી તેને ઘર સુધી મૂકી જવાની ઓફર અને તેના ઘર સુધી ગયા પછી બળાત્કાર કર્યો હતો.

જાતીય શોષણ પછી આ અભિનેત્રી આઘાત સહન કરી શકી ન હતી. તેણે ખૂબ વધારે દારૂ પીવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં બળાત્કારની ઘટના પછી એ એટલી હતાશ બની ગઇ હતી કે ક્યારે પોતાની જાતને જ બચકા ભરી લેતી હતી. 2017માં એણે આ વાત એટલા માટે જાહેર કરી ન હતી કે તેના જીવ પર જોખમ હતું.

એણે કહ્યું હતું કે મેં પોલીસમાં ફરીયાદ એટલા માટે કરી ન હતી કે જે વ્યક્તિએ બળાત્કાર કર્યો હતો તેને હું સારી રીતે ઓળખતી હતી. અભિનેત્રીએ બળત્કારીથી પીછો છોડવવા અનેક પ્રયાસો કર્યો હતા, પરંતુ 1997માં કાન્સ ફિલ્મોત્સવ દરમિયાન એ હોટલના રૂમ સુધી પહોંચી ગયો હતો.

Read Also

Related posts

તમિલ અભિનેત્રીના આરોપથી સાઉથમાં ખળભળાટ, કમલ હાસન પાસે માફી મગાવી રહ્યા છે યૂઝર્સ

Pravin Makwana

સ્વાઈન ફ્લૂની પકડમાં સુપ્રિમ કોર્ટનાં 6 જજ, કોર્ટમાં માસ્ક લગાવીને કરી રહ્યા છે સુનાવણી

Mansi Patel

ભાજપ કોર્પોરેટરના પુત્રના સામે હોમગાર્ડ જવાનનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!