GSTV
Home » News » અભિનેતાને મુસ્લિમ પાડોશીઓએ ન મનાવવા દીધી દિવાળી, જાણો શું છે હકિકત

અભિનેતાને મુસ્લિમ પાડોશીઓએ ન મનાવવા દીધી દિવાળી, જાણો શું છે હકિકત

હાલમાં અભિનેતા વિશ્વ ભાનુ પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં હતા. એક્ટરે ફેસબુક પોસ્ટ પર દાવો કર્યો હતો કે તેની મુસ્લિમ સોસાયટીએ તેના પરિવારને તેના દરવાજાની બહાર રંગોળી ન બનાવવા દીધી અને સાથે તેને દિવાળી લાઈટ્સ પણ લગાવવાથી રોકવામાં આવી હતી. એવામાં આ બાબત પર એક મોટો ખુલાસો થયો છે.

vishwa bhanu

26 ઓક્ટોબરના રોજ ભાનુના મુસ્લિમ પાડોસીએ તેને ફરિયાદ કરી કે દિવાળી લાઈટ્સથી તેની છોકરીને કરંટ લાગ્યો છે. વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ત્યાર બાદ સોસાયટીના કેટલાંક લોકો ત્યાં આવી પહોંચ્યા. વિવાદના આગળના દિવસે ભાનુએ સ્ટેશન જઈને આ ઘટનાની ફરીયાદ દાખલ કરી. ત્યાર બાદ જ્યારે પોલીસ આવી ત્યારે પોલીસ સ્ટેશન પર વિવાદને શાંત કરવામાં આવ્યો. ત્યાર બાદ વિવાદ શાંત પડ્યા બાદ ભાનુએ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું. આ પોસ્ટ દિવાળીની રાત 6 વાગ્યે કરવામાં આવ્યો હતો.

vishwa bhanu

પાડોસીની પુત્રીને દિવાળીની લાઈટ્સથી કરંટ લાગ્યો હતો જેને લઈને ખૂબ મોટી ચર્ચા થઈ હતી. ત્યાં આ બાબતને લઈને ભાનુની પત્ની પ્રિયંકાએ કહ્યું જ્યારે વિવાદ થયો તો કેટલાંક મુસ્લિમ ત્યાં આવી ગયા અને તેમણે કહ્યું કે તમે લોકોએ શા માટે દિવાળી મનાવવી છે. જો કે પાડોસીઓનું કહેવુ છે કે આ પ્રકારની કોઈ પણ ટીપ્પણી નથી કરવામાં આવી.

vishwa bhanu

વાતચીતમાં આગળ ભાનુએ કહ્યું કે તે નાસ્તિક છે પરંતુ તેની પત્ની આસ્તિક છે. ત્યાં તેમના વિશે હંમેશા વાતો સામે આવે છે તેના પર ભાનુએ કહ્યું કે હું એક સામ્યવાદી છુ અને ભાજપ અને આરએસએસનો ખૂલ્લો વિરોધ કરૂ છુ. હું ભીડ હિંસાના વિરોધમાં છુ જે આજના સમયમાં ગાયના નામ પર થઈ રહી છે. તેની સાથે હું હિંદૂ ફંડામેન્ટેલિસ્મની વિરૂદ્ધ છુ, તેવી જ રીતે મુસ્લિમ ફંડામેન્ટેલિસ્મની વિરૂદ્ધ પણ.

vishwa bhanu

આગળ ભાનુ કહે છે કે મારા હિન્દુ મિત્રોથી વધુ મુસ્લિમ મિત્રો છે. કારણ કે હું મુસ્લિમોનું સમર્થન કરૂ છુ એટલા માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થાવ છુ. સાથે ધર્મનિરપેક્ષતાની વાત કરૂ છુ પરંતુ કટ્ટર હિંદૂ દળ મને ટ્રોલ કરે છે.

READ ALSO

Related posts

આ પ્રદશર્નકારી એ પોલીસ પર છોડી દીધો ખૂંખાર સિંહ, શ્વાન સહિત ભાગવું પડ્યું કે…

pratik shah

આ કારણે એક સાથે 200 પોલીસકર્મીઓ માગી રહ્યાં છે રજા, અધિકારીઓ માથુ ખંજવાળતા થઇ ગયાં

Bansari

અરામ્કોના આઈપીઓમાં ભારત માટે છે આ નિયમો, જાણો કોણ કરી શકે છે રોકાણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!