GSTV
Bollywood Entertainment Trending

વરૂણ ધવને જણાવી ખર્ચ કર્યા વિના ટેનિંગ દૂર કરવાની રીત, તમે પણ અજમાવી શકો આ ઉપાય

ઉનાળાની ઋતુમાં પરસેવો કે અન્ય સમસ્યાઓ આપણને પરેશાન કરે છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આકરી ગરમી ઉપરાંત આકરા તડકાનો આતંક પણ વધી ગયો છે. સૂર્યના કિરણોથી ત્વચાને નુકસાન થાય છે અને તે ખૂબ જ ઝડપથી કાળી થઈ જાય છે. આ સમસ્યાને ટેનિંગ કહેવામાં આવે છે અને એકવાર આવી જાય પછી તેને દૂર કરવી સરળ નથી. ઉનાળાના આ કહેરથી સામાન્ય માણસ જ નહીં, પરંતુ વરુણ ધવન જેવા સ્ટાર્સ પણ પરેશાન છે.

વરુણ ધવન આ દિવસોમાં વેબ સીરિઝ સિટાડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. જેના કારણે તેઓ ત્વચા પર ટેનિંગનો સામનો કરી રહ્યા છે. વરુણ ધવનના હાથ પર ટેનિંગ થઈ ગયું છે અને તે પોતે સોશિયલ મીડિયા પર તેનો ઉલ્લેખ કરતો જોવા મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં વરુણ ધવને હાથમાં બરફથી ભરેલો પોટલો લીધો છે. આ પછી, તે બરફના પાણીથી ભરેલી ડોલમાં પગ રાખતો જોવા મળે છે. આ સાથે તેણે કેપ્શન આપ્યું છે,‘Dirty tan+Ice+recovery’’. આવો અમે તમને સ્કિન કેરની આ રેમેડિ વિશે જણાવીએ…

બરફની મદદથી દૂર કરો ટેનિંગ

બરફના કૂલિંગ એજન્ટ્સ આપણી ત્વચાની અંદર જઈને ટેન દૂર કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિ ઘણી જૂની છે અને તેમાં કોઈ ખર્ચ નથી. જો તમે પગની ટેનિંગ દૂર કરવા માંગો છો, તો એક ડોલમાં બરફ લો અને પછી પગને થોડીવાર માટે તેમાં રાખો. જો તમે ઈચ્છો તો તમારા હાથની ટેનિંગ પણ દૂર કરી શકો છો.

જો તમે તમારા ચહેરા પર આ પદ્ધતિ અજમાવવા માંગતા હોવ તો એક વાતનું ધ્યાન રાખો. બરફ સીધો ચહેરા પર લગાવવાને બદલે તેને કપડામાં રાખીને ચહેરા પર ઘસો. ટેનિંગથી બચવા માટે તમે અન્ય ઘરેલું ઉપચાર અપનાવી શકો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે હંમેશા સનસ્ક્રીનનો ઉપયોગ તો કરવો જ જોઈએ. તે આપણી ત્વચાને સૂર્યના કિરણો અને યુવી કિરણોથી બચાવવાનું કામ કરે છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV