GSTV
Home » News » કમળ સાથે હવે અઢી કિલોનો ‘હાથ’ જોડાયો, સન્ની દેઓલ ભાજપમાં

કમળ સાથે હવે અઢી કિલોનો ‘હાથ’ જોડાયો, સન્ની દેઓલ ભાજપમાં

ફિલ્મ અભિનેતા સની દેઓલની રાજનીતીમાં એન્ટ્રી થઈ ગઈ છે. દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટરમાં સની બીજેપીમાં જોડાયા. પાર્ટી હેડક્વાર્ટરમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમને તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. માનવામાં આવી રહ્યું છે કે બીજેપી તેમને ગુરદાસપુરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે મારા પિતા આ પરિવાર અને અટલ જી સાથે જોડાયેલા હતા. તેજ રીતે હવે હું મોદીજી સાથે જોડાવવા જઈ રહ્યો છું. હું ઈચ્છું છું કે મોદી આવતા પાંચ વર્ષ માટે ફરી પીએમ બને કારણ કે આપણે આગળ વધવા માંગીએ છીએ. દેશના યુવાઓને મોદી જેવા લોકોની જરૂર છે. હું આ પરિવાર સાથે જોડાઈને જે પણ રીતે જે કંઈ પણ મારાથી થઈ શકે તે કરીશ.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું કે ધણા વર્ષોનો પારિવારીક સંબંધ હવે રાજનૈતિક સંબંધમાં બંધાવવા જઈ રહ્યો છે. 2008માં ધર્મેન્દ્ર યાદવ પાર્ટીમાં સાંસદ હતા. તેમના પૂત્ર સની દેઓલ પણ જનતાની વચ્ચે રહીને પોતાની રાજનૈતિક છાપ જનતા પર છોડશે. અમને તેમના પર વિશ્વાસ છે. સની દેઓલે જે પ્રકારે ફિલ્મો દ્વારા સુરક્ષાબળોને પ્રોત્સાહન આપ્યું છે. તેજ રીતે રાજનૈતિક જીવનમાં પણ પોતાની ઈનિંગ વધારશે. થોડા સમય પહેલા જ સની દેઓલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારે જ અટકળો લગાવવામાં આવી રહી હતી કે સની પણ ભાજપમાં જોડાઈ શકે છે. હેમા માલિની પણ મથુરાથી બીજેપી ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે.

Read Also

Related posts

યુપીમાં ભાજપની આ ટ્રીક કામ કરી ગઇ, આ રાજ્ય સિવાય ઉત્તર ભારતમાં ભાજપની શાનદાર જીત

Riyaz Parmar

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!