GSTV

બોલીવુડ ગપશપ / ઇન્ડસ્ટ્રી સિવાય કેવા છે સિદ્ધાર્થ અને કિયારાના સંબંધ? અભિનેતાએ ખોલ્યા રાજ

Last Updated on August 18, 2021 by Zainul Ansari

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેરશાહ’માં શાનદાર કામ કર્યું છે. ફિલ્મમાં બંનેનું બોન્ડિંગ જોરદાર રીતે બતાવવામાં આવ્યું છે અને બંનેએ આવા ઘણા દ્રશ્યો આપ્યા છે જે દર્શકોના દિલને સ્પર્શી ગયા હતા. બંનેના આ ઇમોશનલ સંબંધને પડદા પર ખૂબ પ્રશંસા મળી હતી, પરંતુ બંને કલાકારો વાસ્તવિક જીવનમાં પણ એકબીજા સાથેના સંબંધો વિશે ઘણી ચર્ચામાં રહ્યા છે.

સિદ્ધાર્થને ગમે છે આ બાબતો

એક અહેવાલ મુજબ સિદ્ધાર્થ અને કિયારા વચ્ચે સારી બોન્ડિંગ છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે તેને કિયારાની પ્રામાણિકતા, સરળતા, કામ પ્રત્યેનો આત્મવિશ્વાસ ગમે છે. તેણે જણાવ્યું કે બંનેને સાથે સમય પસાર કરવામાં મજા આવે છે અને જ્યારે તેઓ કામ કરતા નથી ત્યારે અન્ય વસ્તુઓને મહત્વ આપે છે.

કિયારાને કાસ્ટ કરવા માંગતા હતા

સિદ્ધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે અમે ડિમ્પલના કેરેક્ટર માટે તેને કાસ્ટ કરવાને લઇને ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે અમે જોયું હતું કે તેની અંદર તેના કેરેક્ટરને લઇ ખૂબ જ ઈમાનદારી અને લગન છે અને તેની આ વાતની જ હું પ્રશંસા કરું છું. તે કેરેક્ટરને વાસ્તવિકતાની નજીક લઇ જાય છે. સેટ પર પણ તે ઝડપથી વસ્તુઓને કેપ્ચર કરે છે.

સાથે સમય પસાર કરે છે

સિદ્ધાર્થે જણાવ્યું કે હું વધુ ટેક કરવા માંગુ છું, પરંતુ તે તેને લઇ આશ્વસ્ત થઇ જાય છે. તેણે વધુમાં જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીથી અલગ પણ અમારું જીવન છે અને તે કઇક એવું છે જ્યા અમે એકબીજાને કનેક્ટ કરીએ છીએ અને એકસાથે સમય પસાર કરીએ છીએ. ઘણી વખત તમે આ વસ્તુઓમાં એવી રીતે ખોવાઇ જાવ છો કે તમે ભૂલી જાવ છો કે તમારી પાસે પણ સામાન્ય જીવન છે. મને લાગે છે કે અમારા બંનેની એક સાધારણ જિંદગી છે, જેનાથી અમે એકબીજાથી કનેક્ટ થઇ શકીએ છીએ.

Read Also

Related posts

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!