GSTV
Bollywood Entertainment Trending

બોલીવુડના આ પ્રખ્યાત અભિનેતાએ હોલીવુડ તરફ માંડ્યા પગલા, સામે આવ્યો ફર્સ્ટ લુક

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી એક્ટર્સમાથી એક છે. રણદીપ ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને તેમણે ઘણા મોટા પ્રોજેક્ટમાં કામ કર્યુ છે. દરેક ફિલ્મમાં તેમના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા છે. વર્ષ 2001માં નસરૂદ્દીન શાહની અંગ્રેજી ભાષામાં બનેલી ઈન્ડિયન માનસૂન વેન્ડિગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આજે ઈન્ડસ્ટ્રીમાં લગભગ બે દાયકા વિતાવ્યા બાદ પણ રણદીપ હુડ્ડા હોલીવુડમાં પોતાનું ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જેમાં રણદીપની આ ફિલ્મનો પ્રથમ લુક પણ સામે આવી ગયો છે.

ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરાશે

રણદીપ હુડ્ડા ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ એક્સટૈક્શવમાં નજર આવશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામા આવશે. જેમાં ક્રિસ લીડ રોલમાં હશે. ફિલ્મથી રણદીપનો લુક ખૂબ જ ઈમ્પેક્ટફુલ છે. મસ્કુલર બોડી, લાંબા બાંધેલા વાળ, ચહેરા પર અગ્રેશન અને હાથણાં બંદૂક લઈને એક્ટરનો આકર્ષિક લુક ખૂબ જ પસંદ પડી રહ્યો છે. જેથી આ લુકથી અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મમાં રણદીપ કોઈ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. જો કે, આ વાત ખુદ તેમણે પણ એક વાતચીત દરમિયાન જણાવી હતી.

ફિલ્મમાં વધારે એક્શન કરવાની તક મળી

ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતા રણદીપે જણાવ્યુ હતુ કે, મને ફિલ્મમાં ખૂબ જ વધારે એક્શન કરવાની તક મળી છે. હું લગભગ પ્રથમ ભારતીય અભિનેતા છું, જેને કોઈ હોલીવુડ ફિલ્મમાં આટલી એક્શન કરવાની તક મળી હશે. હેમ્સવર્થ, રૂસો બ્રદર્સ અને ડાયરેક્ટર સેમ હાર્ગરેવની સાથે કામ કરીને ખૂબ જ સારુ લાગી રહ્યુ છે. ફિલ્મમાં પોતાના પાત્ર વિશે માહિતી શેર કરતા રણદીપ હુડ્ડાએ કહ્યુ કે, ફિલ્મમાં તેઓ પહેલા મિલેટ્રીમાં રહે છે. ફિલ્મના એક્શન માટે મેં 10 દિવસ સુધી દિવસમાં 2 વખત રિહર્સલ કરતા હતા. આ પહેલા મેં એટલા બધા પાત્ર ભાજવ્યા છે, પરંતુ તે બધા જ ડ્રામેટિક છે. હું એ જરૂર કહેવા માગીશ કે, આ પહેલા મને કોઈપણ નિર્દશક પાસેથી આટલા બધા ઈન્સ્ટ્રક્શન્સ મળ્યા નથી.

ફિલ્મ ‘રાધે’ માં કરશે નેગેટિવ રોલ

રણદીપની આ હોલીવુડ ફિલ્મ એક્ટ્રેશન નેટફ્લિક્સ પર 24 એપ્રિલ 2020 ના રોજ રિલીઝ કરવામાં આવશે. તે સિવાય રણદીપ હુડ્ડા સલમાન ખાનની ફિલ્મ રાધેમાં નેગેટિવ પાત્ર ભજવતા નજર આવશે, ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ઈદ પર રિલીઝ કરવામાં આવશે.

READ ALSO

Related posts

SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’

Vishvesh Dave

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave
GSTV