GSTV
Home » News » પ્રભાસના પરિવારનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે મોટુ નામ, જુઓ કેવી છે ‘બાહુબલી’ની રિયલ ફેમિલી

પ્રભાસના પરિવારનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે મોટુ નામ, જુઓ કેવી છે ‘બાહુબલી’ની રિયલ ફેમિલી

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મની ચર્ચા ચારેકોર છે. ફિલ્મમાં ફેન્સને પ્રભાસની બેડ બૉય ઇમેજ પસંદ આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાતે રોમાન્સ કરતાં જોવા મળશે. રોમાન્સ ઉપરાંત ફિલ્મની જાન છે તેની એક્સન. આ ફિલ્મમાં અલગ લેવલની એક્શન જોવા મળશે. મૂવીને મિક્સ રિવ્યૂ મળી રહ્યાં છે.

પ્રભાસની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેનું નામ હાલ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી સાથે જોડાયુ છે. પરંતુ તેની ફેમિલી વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો ચાલો જાણીએ કોણ-કોણ છે પ્રભાસના પરિવારમાં…

પ્રભાસના પિતાનું નામ uppalapati Surya Narayana Raju છે. પ્રભાસના પિતા ફેમસ તેલુગુ પ્રોડ્યુસર છે. તેમના બેનરનું નામ ગોપી કૃષ્ણ મૂવી છે.

પ્રભાસ પોતાની માની ખૂબ જ નજીક છે. મા સાથે પ્રભાસની કેમેસ્ટ્રી શાનદાર છે. પ્રભાસની માનું નામ શિવા કુમારી છે.

પ્રભાસનો એક ભાઇ અને બહેન છે. તેની બહેનનું નામ પ્રગથી ઉપ્પાલાપતિ અને ભાઇનું નામ પ્રબોધ ઉપ્પાલાપતિ છે.

પ્રભાસના અંકલ ક્રિષ્નમ રાજુ તેલુગુ એક્ટર છે. તેને બેસ્ટ એક્ટર માટે નંદી અવોર્ડ પણ મળ્યો છે. પ્રભાસની કાકી ક્રિષ્નમ રાજુ પત્નીનું નામ શ્યામલા દેવી છે.

ફિલ્મની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર અને પ્રભાસ ઉપરાંત જેકી શ્રોફ, મહેશ જરેકર, ચંકી પાંડે, નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી મુખ્ય ભુમિકામાં છે. સુજીતે તેનું ડાયરેક્શન કર્યુ છે. સાહોનું બજેટ 350 કરોડ છે.

Read Also

Related posts

ભરી સભામાં પાકિસ્તાની મંત્રીએ ધમકાવી નાખ્યું પોતાના વિદેશ મંત્રાલયને, કર્યું બહુ અપમાન

NIsha Patel

ખુશખબર! કૉલિંગ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ, બસ ફોનમાં કરી લો આ નાનકડી સેટિંગ

Bansari

યુજવેન્દ્ર ચહલે કહ્યું કઈંક એવું કે, રોહિત શર્માએ કહ્યું- આજે હું તને ડિનર પર લઈ જઈશ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!