GSTV

અભિનેતા પોલ વોકરનું 7 વર્ષ પહેલા થયું હતું મોત, કરોડોમાં હરાજી થઈ તેમની 21 કારો

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસનાં સ્ટાર પોલ વોકરની સાત વર્ષ પહેલાં નોર્થ લોસ એન્જિલસમાં એક કાર અકસ્માતમાં મોત થઈ હતી. પોલ વોકરની જ્યારે મોત થઈ ત્યારે તેઓ ફક્ત 40 વર્ષનાં હતા.

પોલનાં નિધનનાં સાત વર્ષ પછી, તેમની કારની હરાજી કરવામાં આવી હતી. તેમની 18 કારો અને 3 બાઈકો લગભગ 16 કરોડ રૂપિયામાં વેચાણ થયા હતા. આ હરાજી અમેરિકાના એરિઝોનાના સ્કોટડેલમાં કરવામાં આવી હતી. આ હરાજીનાં રૂપિયા પોલની પુત્રી મૈડોનાં ટ્રસ્ટને આપવામાં આવશે.

અભિનેતા પોલને કારનો ખૂબ શોખ હતો. સ્પીડને લઈને વોકરનાં વિશે કહેવામાં આવે છે કે તેઓ કારમાં દર 42 મિનિટનાં હિસાબે ગિયર્સ શિફ્ટ કરતાં હતાં. તેમને કાર રેસીંગનો એટલો અનુભવ હતો કે લોકો કહે છે કે જો અકસ્માતના દિવસે તેમણે પોતાનાં મિત્રને બદલે ખુદ કાર ડ્રાઈવ કરતા હોત, તો તે કદાચ તેઓ જીવતાં હોત.

અભિનેતાએ વર્ષ 1985માં 11 વર્ષની ઉંમરે ટેલિવિઝનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ફિલ્મો કરતા પહેલા હાઇવે ટુ હેવન”, “એ ટચ બાય એ એન્જલ”, “થ્રોબ” અને અન્ય ટીવી શોમાં કામ કર્યું હતું. Monster in the Closet પોલ વોકરની પ્રથમ ફિલ્મ હતી. જેમાં તેમણે કામ કર્યું હતું. પોલ વોકર ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ની ફ્રેન્ચાઈઝીનો એક જાણીતો ચહેરો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોનાના કેસ છુપાવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ, આ સોસાયટીમાં 32 કેસ હોવા છતા તંત્રના ચોપડે માત્ર 12 દર્શાવાયા

Nilesh Jethva

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન : આ નિયમોનું પાલન કર્યું હશે તો જ મળશે એન્ટ્રી, જાણો કેવા છે નિયમો

Nilesh Jethva

લિયોનેલ મેસ્સીએ પોતાના ખાસ અંદાઝમાં આપી મહાન ખેલાડી ડિયેગો મારાડોનાને શ્રદ્ધાંજલિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!