GSTV
Gujarat Government Advertisement

મિથુન ચક્રવર્તીના પુત્ર સામે બળાત્કારનો તો અભિનેતાની પત્ની સામે ગર્ભપાતનો આરોપ, FIR નોંધાઈ

Last Updated on October 17, 2020 by Mansi Patel

બોલિવૂડના જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી મુશ્કેલીમાં આવ્યાં છે. તેની સામે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કરવાનો અને ગર્ભપાત કરાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં મિથુન ચક્રવર્તીની પત્ની યોગીતા બાલી ઉપર પણ આરોપ લાગી રહ્યાં છે. આ આરોપ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરનારી એક અભિનેત્રી મોડલે લગાવ્યો છે.

સોફ્ટ ડ્રિંક્સમાં નશીલી દવા આપી બાંધ્યા શારીરિક સંબંધો

મીડિયા રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે પીડિતાએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું છે કે, તે અને મહાઅક્ષય વર્ષ 2015થી રિલેશનશિપમાં હતા. વર્ષ 2015માં મહાઅક્ષયે પીડિતાને ઘરે બોલાવીને અને તેની સોફ્ટ ડ્રિક્સમાં નશીલી દવા આપી હતી.તે દરમયાન મહાઅક્ષયે પીડિતાની સહમતી વગર જ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને પછી ઘણી વખત લગ્ન કરવાની વાત કરી હતી. તો મહાઅક્ષયે લગ્નનું વચન આપીને ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાના આરોપો લગાવવામાં આવ્યાં છે.

બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે દબાણ કરતો હતો

આરોપ છે કે, મહાઅક્ષય ચક્રવર્તી તે બાદ આશરે 4 વર્ષ સુધી પીડિતા સાથે શારીરિક સંબંધ બનાવતો રહ્યો. સાથે જ પીડિતાનું માનસિક ઉત્પીડન પણ કર્યું. એફઆઈઆર અનુસાર જ્યારે પીડિતા પ્રેગ્નેટ થઈ તો મહાઅક્ષય તેના ઉપર બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે દબાણ કરી રહ્યો હતો. જ્યારે પીડિતા ન માની તો તેને દવાઓ આપીને ગર્ભાપાત કરાવ્યો. તો પીડિતાનું કહેવું છે કે, તેને એ ખબર ન હતી કે તેને દેવામાં આવી રહેલી દવાઓ ગર્ભપાતની છે.

દિલ્હીની અદાલતના આદેશ બાદ કેસ કરાયો દાખલ

જણાવી દઈએ કે પીડિતાએ મહાઅક્ષયની મા અને મિથુન ચક્રવર્તીની પત્ની યોગીતા બાલી ઉપર ફરિયાદ બાદ ધમકાવવાનો અને કેસ રફે દફે કરવા માટે દબાણ બનાવવાનો આરોપ લગાવ્યો છે. મહાઅક્ષય અને યોગીતા બાલી સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કેસને લઈને પીડિતાએ અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો. દિલ્હીની એક અદાલતના આદેશ બાદ આ કેસ દાખલ કરાયો છે.

Gujarat Government Advertisement

Related posts

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt

મહારાષ્ટ્રમાં વધ્યો ખતરો/ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની એન્ટ્રી પછી અઘાડી સરકાર સતર્ક, પ્રતિબંધો ફરીથી વધારવાનો કર્યો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!