GSTV

Big Breaking / મુંબઈ એરપોર્ટથી EDએ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની કરી અટકાયત, 200 કરોડ મની લોન્ડ્રીંગ કેસમાં કાર્યવાહી

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

સુકેશ ચંદ્રશેખરની સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી છે. પૂછપરછ તેની અટકાયત કરવામાં આવી છે. 200 કરોડ મની લોન્ડ્રીંગ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. અભિનેત્રી દુબઈ એક શો માટે જઈ રહી હતી. જેક્લિનને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવશે. મહત્વનું છે કે અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝના સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના અહેવાલો સામે આવ્યા હતા. જેના પછી EDએ આ કાર્યવાહી કરી છે.

મુંબઈ એરપોર્ટથી જેક્લિન ફર્નાંડિઝ દુબઈ જઈ રહી હતી. ત્યારે એરપોર્ટ પર EDએ અભિનેત્રી જેક્લિનને રોકી હતી. પૂછપરછ પછી જેક્લિનની અટકાયત કરવામાં આવી છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને આજે એલઓસી (લુક આઉટ સર્ક્યુલર)ના કારણે ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવી હતી.

EDએ 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી છે. કેન્દ્રીય એજન્સીને સુકેશ અને ફર્નાન્ડીઝ વચ્ચેના નાણાકીય વ્યવહારો દર્શાવતા મળ્યા છે. મળતી માહિતી મુજબ સુકેશ પાસેથી અભિનેત્રીને કેવી રીતે રૂપિયા મળતા હતા, તેની તપાસ ચાલુ છે. આ બાબતે જેક્લિનની ફરી પૂછપરછ થશે.

સુેકેશે જેક્લીનને આપી 10 કરોડની ભેટ : ઇ.ડી.

ચાર્જશીટમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ.ડી.ના જણાવ્યા અનુસાર સુકેશ અને જેકલીનની વાતચીત જાન્યુઆરી 2021માં શરૂ થઈ હતી. સુકેશે જેકલીનને 10 કરોડની ભેટ પણ આપી હતી. જેમાં જ્વેલરી, ડાયમંડ, 36 લાખની ચાર પર્શિયન બિલાડીઓ અને 52 લાખની કિંમતનો ઘોડો સામેલ છે. સુકેશ જેલમાં હતો ત્યારે જેક્લીન સાથે ફોન પર વાત કરતો હતો.

સુકેશ જામીન પર જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ચેન્નાઈ ની ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરાવી હતી. તેણે મુંબઈથી દિલ્હી જતી ફ્લાઇટ જેક્લીન માટે બુક કરાવી હતી, જે પછી બંને ચેન્નાઈની એક હોટલમાં રોકાયા હતા. સુકેશે ખાનગી જેટ પર 8 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. સુકેશે જેક્લીનની સિબલિંગમાં પૈસા પણ મોકલ્યા હતા. આ કેસમાં જેકલીન સાથે જોડાયેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. સુકેશે નોરા ફતેહને એક આઈફોન અને બીએમડબલ્યુ સહિત એક કરોડ રૂપિયાની ભેટ આપી હતી.

આ કેસમાં અત્યાર સુધી શું થયું ?

આ કેસમાં તપાસ એજન્સી દ્વારા દીપક રામાણી અને તેના ભાઈ પ્રદીપ રામદાનીની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને પર મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરની મદદ કરી હોવાનો આરોપ છે. ત્યારબાદ તપાસ એજન્સીને સુકેશ ચંદ્રશેખર અને તેની પત્ની લીના મારિયા પોલની કસ્ટડી મળી હતી. ઇ.ડી.એ કહ્યું હતું કે, સુકેશે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે મોટા નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. તેણે આ યુક્તિ દ્વારા ગુનાની આવકનો ઉપયોગ જંગમ અને સ્થાવર સંપત્તિ ખરીદવા માટે કર્યો હતો.

આ તપાસ દરમિયાન બોલિવૂડની બે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી.તાજેતરમાં સુકેશ ચંદ્રશેખર સાથે જેકલીન ફર્નાન્ડીઝની કેટલીક તસવીરો પણ સામે આવી છે. એટલું જ નહીં સુકેશ રેકેટનો ભાગ બનેલા ખાનગી બેંકના ધરપકડ કરાયેલા અધિકારીઓની પણ ઈ.ડી.એ પૂછપરછ કરી છે તેમજ એક હવાલા ઓપરેટરની પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના ઇઓડબ્લ્યુએ મકોકા હેઠળ ૧૫ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. ત્યારબાદ વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!