GSTV
Bollywood Entertainment Trending

Govinda Trolled : ગોવિંદાનો ડાન્સ, ન અવાજ ચાહકોને આવ્યો પસંદ, સોશિયલ મીડિયા પર લગાવ્યો અભિનેતાનો ક્લાસ

છેલ્લા ઘણા સમયથી મોટા પડદા પરથી ગાયબ બોલિવૂડ એક્ટર ગોવિંદા આ દિવસોમાં પોતાની યુટ્યુબ ચેનલ પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં એક સમયે પોતાના ડાન્સથી લોકોને દિવાના બનાવનાર ગોવિંદા હવે પોતાની સિંગિંગ ટેલેન્ટ અજમાવી રહ્યો છે. હાલમાં જ તેણે તેનું ગીત ‘હેલો’ રિલીઝ કર્યું છે પરંતુ તેની ગાયકી ચાહકોને પસંદ આવી નથી. યૂઝર્સ એક્ટરના સિંગિંગની મજાક ઉડાવી રહ્યા છે. ગોવિંદાનો બીજો મ્યુઝિક વિડિયો રિલીઝ થઈ ગયો છે. જેનું નામ હેલો છે. આ ગીત પણ ગોવિંદાએ જ ગાયું છે અને વિડિયોમાં તે શાનદાર પર્ફોર્મન્સ પણ આપતો જોવા મળે છે. ગોવિંદાએ આ ગીતનો અવાજ જ નહીં પરંતુ તેના ગીતો પણ લખ્યા છે.

Govinda Gets Trolled For New Music Video 'Hello',

ચાહકોને ન ગમ્યો પ્રયોગ

તેના ગીતો સાંભળ્યા પછી તેના ચાહકો ખુશ છે, ત્યારે ટ્રોલર્સ તેને ખૂબ ટ્રોલ રહ્યા છે, તેના ગાયનને નાપસંદ કરી રહ્યા છે. વાસ્તવમાં, ગોવિંદાએ ઇન્સ્ટા પર તેના ગીતના રિલીઝ વિશે માહિતી આપી હતી અને તેની પોસ્ટ પર ટિપ્પણી કરતા લોકોએ લખ્યું હતું કે તમારા માટે ગીત બનાવવા કરતાં વેબ સિરીઝ બનાવવી વધુ સારું રહેશે. યુઝર્સનું કહેવું છે કે ગોવિંદા પોતાનો ટ્રેક ભૂલી ગયો છે અને હવે ધીમે ધીમે ગાયબ થવાના આરે છે.

ગોવિંદાનું લેટેસ્ટ ગીત

બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, “તને આ બધું કરતા જોઈને ખૂબ જ વિચિત્ર લાગે છે, એવું લાગે છે કે તમે તમારી મજાક ઉડાવી રહ્યા છો.” યુઝરે તેની સરખામણી ઢિંચક પૂજા સાથે કરી છે, તો ઘણાએ લખ્યું છે કે તમે તમારી મહેનતથી કમાયેલા સન્માનને વેડફશો નહીં.

ગોવિંદાનું પહેલું ગીત

સફેદ સૂટ બૂટમાં દેખાયો ગોવિંદાનો અતરંગી અંદાજ

હેલો ગીતની શરૂઆતમાં ગોવિંદા તેની સ્ટાઈલમાં ડાન્સ કરતો જોવા મળે છે.આ સિવાય તેણે મજેદાર વ્હાઈટ કલરનો સૂટ પહેર્યો છે.આ પછી તે નિશા સાથે તાલમેલ બેસાડે છે. આ ગીતને રોહિત રાજ સિંહા સાથે ગોવિંદાએ કમ્પોઝ કર્યું છે.સોંગમાં તે પિયાનો વગાડતો પણ જોવા મળી રહ્યો છે. આ પહેલા તેણે ચશ્મા ચઢાકર અને ટીપ ટીપ બરસા પાની ગીત પણ રિલીઝ કર્યું હતું. તે ગીતો પર પણ ચાહકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.

અભિનયથી થયો દૂર


ગોવિંદા ભલે થોડા વર્ષોથી બોલિવૂડ ફિલ્મોથી દૂર હોય, પરંતુ આ દિવસોમાં તે ઘણા રિયાલિટી શોમાં ગેસ્ટ તરીકે જોવા મળે છે. હાલમાં જ ગોવિંદા બિગ બોસ 15માં જોવા મળ્યો હતો. જ્યાં સલમાન ખાન સાથેની તેની ટ્યુનિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી. તમને જણાવી દઈએ કે ગોવિંદાએ પોતાના ત્રણ દાયકાથી વધુના ફિલ્મી કરિયરમાં અનેક પ્રકારની ફિલ્મો અને પાત્રો કર્યા છે, પરંતુ તે માત્ર ડાન્સ અને કોમેડી માટે જ જાણીતા છે, હાલમાં તે બોલિવૂડથી દૂર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

સ્વચ્છ સર્વેક્ષણ 2022 / સતત છઠ્ઠી વાર ઈન્દોરે સ્વચ્છ શહેરમાં મારી બાજી, શહેરીજનોએ મીઠાઈ વેચી- ફટાકડા ફોડી કરી ઉજવણી

Hardik Hingu
GSTV