બોલીવુડ એક્ટર ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ ઓનસ્ક્રીન કમબેક કરવાના છે અને તેમની આ વાપસીથી તેમના ચાહકો તો એક્સાઈટેડ છે જ સાથે જ તેમનો પરિવાર પણ ખુશ છે. 87 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રની ઓનસ્ક્રીન વાપસી પર બોબી દેઓલની પ્રતિક્રિયા સામે આવી છે. ધર્મેન્દ્ર ટૂંક સમયમાં જ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કમબેક કરવાના છે.

પિતાની વાપસીની રાહ જોઈ રહેલા અભિનેતા બોબી દેઓલનું કહેવુ છે કે તેમના પિતા ધર્મેન્દ્રના ચહેરા પર આજે પણ જ્યારે તેઓ ફિલ્મના સેટ પર જાય છે તો ચમક આવી જાય છે. ધર્મેન્દ્ર જેમને છેલ્લા વખત 2018ની કોમેડી ‘યમલા પગલા દીવાના- ફિર સે’ માં પુત્રો સની અને બોબી દેઓલ સાથે જોવામાં આવ્યા હતા.
આ ઉંમરે કમબેક સરળ નથી
હવે ધર્મેન્દ્ર કરણ જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા જોવા મળશે. આના પહેલા ધર્મેન્દ્ર તાજેતરમાં જ સિરીઝ ‘તાજ: ડિવાઈડેડ બાય બ્લડ’ માં સૂફી સંત સલીમ ચિશ્તીના પાત્રમાં જોવા મળ્યા હતા. તેમની વાપસી મુદ્દે બોબી દેઓલે કહ્યુ, ‘હુ ખૂબ ઉત્સાહિત છુ. તેઓ 87 વર્ષના છે, પરંતુ જ્યારે પણ તેઓ કામ પર જાય છે તો હુ તેમના ચહેરા પર ખુશી જોવુ છુ… પછી અચાનક કોઈ તેમને મળવા આવે છે અને મને જાણ થાય છેકે તેમણે વધુ એક ફિલ્મ સાઈન કરી લીધી છે! તેમની ઉંમરે કામ મળવુ સરળ નથી પરંતુ તેઓ હજુ પણ અમુક સારા ફિલ્મ નિર્માતાઓની સાથે કામ કરી રહ્યા છે તેથી હુ ખુશ છુ. કામ પર દરરોજ તેમના માટે પહેલો દિવસ હોય છે અને આ ઈન્ડસ્ટ્રી માટે તેમનો જુસ્સો સેકન્ડ લેવલનો છે.
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે