GSTV

કોરોના કારણે આ એક્ટરનું નિધન, બોલિવુડમાં શોકની લાગણી, મનોજ બજપાઈ સહિત અન્ય સેલેબ્સે આપી શ્રધ્ધાંજલિ

કોરોના

Last Updated on May 1, 2021 by Damini Patel

ટીવી અને બૉલીવુડ એકત્ર વિક્રમજીત કંવરપાલનું કોરોનાથી નિધન થઇ ગયું છે. તેઓ 52 વર્ષના હતા. વિક્રમજીત કંવરપાલ એક એક્ટર બનવા પહેલા આર્મીના ઓફિસર રહી ચુક્યા હતા. તેઓ આર્મીથી રીટાયર થયા પછી 2003માં પોતાનું એક્ટિંગ ડેબ્યુ કર્યું. વિક્રમજીત કંવરપાલના નિધનની ખબર એક્ટર અશોક પંડિતે સોશિયલ મીડિયા પર શેર કરી.

સેલેબ્સે વ્યક્ત કર્યો શોક

અશોક પંડિતે ટ્વીટ કરી કહ્યું, ‘આજે સવારે કોરોનાના કારણે મેજર વિક્રમજીત કંવરપાલના નિધનની ખબર સંભાળી ખુબ દુઃખ થયું. એક રીટાયર આર્મી ઓફિસર, કંવરપા ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં સપોર્ટિંગ રોલ્સમાં જોવા મળ્યા છે. એમના પરિવાર અને સબંધીઓને માટે સંવેદના.’

અશોક પંડિત ઉપરાંત એક્ટર મનોજ બાજપાઈ, શ્રિયા પિલગાંવકર, રોહિત રોય, નીલ નીતિન મુકેશ, કુબરા સેટ સહીત અન્યએ પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો. મનોજ બાજપાયીએ લખ્યું, ‘હે ભગવાન, કેટલા દુઃખદ સમાચાર છે. અમે એક બીજાને 14 વર્ષથી જાણતા હતા, 1971 ફિલ્મની શુટિંગ પર અમારી ઓળખ થઇ હતી. જાણી ખુબ હેરાની થઇ.

આ શો અને ફિલ્મોમાં જોવા મળ્યા હતા

જણાવી દઈએ કે વિક્રમજીતએ સ્પેશલ ઓપ્સ, ઇલ્લીગલ જસ્ટિસ, આઉટ ઓફ ઓર્ડર, આપકે કમરે મેં કોઈ રહેતા હેમાં કામ કર્યું. ઉપરાંત તેઓ સાહો, ધ ગાઝિ અટેક અને રોકેટ સિંહ : સેલ્સમેન ઓફ ધ ઈયર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Read Also

Related posts

ક્રિપ્ટો કરન્સી બજારમાં મંદીનો તીવ્ર આંચકો, બિટકોઈન 5700 ડોલર તૂટયો બજાર પાંચ મહિનાના તળિયે

Damini Patel

5G ટેકનોલોજી સામે કેસ કરનારી જૂહી ચાવલા પાસેથી 20 લાખની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Damini Patel

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!