GSTV
Bollywood Entertainment Trending

ફિલ્મ અભિનેતા અન્નુ કપૂર સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી, પોલીસે આરોપી સામે કર્યો ગુનો દાખલ

પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અન્નુ કપૂર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. ખાનગી ક્ષેત્રની એક મોટી બેંકમાં તેમના ખાતામાંથી 4.36 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. જોકે પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી તેમને 3.08 લાખ રૂપિયા પાછા મળી જશે.

ઓશિવારા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આ જણાવ્યું હતું કે ગુરુવારે એક વ્યક્તિએ કપૂરને ફોન કર્યો અને તેણે અભિનેતાને કહ્યું કે તેમની KYC  વિગતો અપડેટ કરવાની જરૂર છે. ત્યારબાદ તેણે કપૂરને તેના બેંક ખાતાની વિગતો અને OTP શેર કરવા કહ્યું હતું, જે તેમણે શેર કર્યાના થોડા સમય પછી ફોન કરનારે કપૂરના ખાતામાંથી ₹4.36 લાખ અન્ય બે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે બેંકે તરત જ અન્નુ કપૂરને ટ્રાન્ઝેક્શન વિશે જાણ કરવા માટે ફોન કર્યો હતો અને તેમને કહ્યું હતું કે તેમના એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા છે. કપૂરે વિલંબ કર્યા વિના પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે પૈસા ટ્રાન્સફર થયા હતા તે બેંકોનો સંપર્ક કર્યો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે અને કપૂરને 3.08 લાખ રૂપિયા પાછા મળશે. IPCની વિવિધ કલમો હેઠળ આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Also Read

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV