ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાંથી લોકો પોતાના યથાશક્તિ અનુસાર દાન આપી રહ્યાં છે. આ સમયે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પણ તેમાં યોગદાન આપ્યું છે અને લોકોને અપીલ કરી છે કે તે મંદિર નિર્માણમાં પોતાનું યોગદાન આપે. તેણે આ માટે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરી એક કહાણી સંભળાવી અને લોકોને દાન આપવા માટે અપીલ કરી હતી.
અક્ષયે કરી દાનની અપીલ
અક્ષય કુમારે ટ્વિટ કરી લખ્યું હતું કે,‘ઘણી ખુશીની વાત છે કે અયોધ્યામાં આપણા શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. હવે યોગદાનનો વારો આપણો છે. મે શરૂઆત કરી દીધી છે. આશા છે કે તમે પણ તેની સાથે જોડાશો. જય સિયારામ.’ આ સમયે એક યૂઝરે ટ્વિટ કરી હતી કે,‘સર અહીં ખાવાના ફાંફા છે અને તમે રામમંદિરમાં દાન કરવાની વાત કરો છે.’
बहुत खुशी की बात है कि अयोध्या में हमारे श्री राम के भव्य मंदिर का निर्माण शुरू हो चूका है…अब योगदान की बारी हमारी है l मैंने शुरुआत कर दी है, उम्मीद है आप भी साथ जुड़ेंगे l जय सियाराम 🙏🏻 pic.twitter.com/5SvzgfBVCf
— Akshay Kumar (@akshaykumar) January 17, 2021
‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી કરી રહ્યોને અક્ષય?
સદાનંદ નામના એક યુઝરે ટ્વિટ કરી કે,‘જો તમે યોગદાનની વાત દિલથી કરી રહ્યાં છો તો તમારું સ્વાગત છે. પરંતુ જો તમે ‘રામસેતુ’ (અક્ષય કુમારની ભાવિ ફિલ્મ્સમાંથી એક) માટે પ્રમોશનના ભાગરૂપે આ અપીલ કરી હોય તો જણાવી દઉં કો હિંદૂ ધાર્મિક સંસ્કૃતિ પર આપત્તિજનક વાતો નહીં પીરસો તો જ ફિલ્મ ચાલશે. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમને ઘણી ઝડપથી બદલાતા જોયા છે.’
પંજાબી પાત્રો ભજવી પૈસા કમાનાર ખેડૂત આંદોલન બાબતે ચૂપ
પરમવીર સિંહ નામના યુઝરે લખ્યું કે,‘સર થોડું યોગદાન ખેડૂતો માટે પણ આપી દો. ખેડૂતોને પણ ભગવાનનો દરજ્જો આપવામા આવ્યો છે. ઓહ સોરી, ત્યાં તો તમે મોદીજીને બેસાડી ચૂક્યા છો.’ દીપિત તિવારી નામના યુવકે લખ્યું કે,‘સિંહ ઈઝ કિંગ, સિંહ ઈઝ બ્લિંગ, નમસ્તે લંડન અને અન્ય ઘણી ફિલ્મ્સમાં અક્ષય કુમાર એક શીખ વ્યક્તિના રોલ કર્યા હતા. આ ફિલ્મ્સ થકી ઘણા પૈસા અને સફળતા મેળવી. પરંતુ જ્યારે હાલ આંદોલન કરતા પંજાબના ખેડૂતો અને દેશના અન્ય રાજ્યના ખેડૂતો જીવ ગુમાવી રહ્યાં છે ત્યારે તેણે મૌન ધારણ કરી લીધું છે.’
READ ALSO
- માલદા રેલીમાં બોલ્યા યોગી: 2 મે પછી જીવનની ભીખ માંગતા જોવા મળશે ટીએમસીના ગુંડા, ગૌ-તસ્કરી પર લગાવીશું પ્રતિબંધ
- માલદા રેલીમાં યોગી બોલ્યા : 2 મે પછી જીવ ભીખમાં માંગશે TMCના ગુંડા, ગૌ-તસ્કરી પર અમે લગાવશું રોક
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 2015માં 23 સીટો જીતનારી કોંગ્રેસ 29 જિલ્લા પંચાયત પર ડબલ ડિજિટમાં પણ ન પહોંચી, 2માં મીંડુ મુકાવ્યું
- નારાજ કે રાજી/ આદિવાસી પટ્ટાનું રિઝલ્ટ ઘણા નેતાઓનું રાજકારણ પુરૂ કરી દેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટ્ટામાં આ છે પરિણામ
- ભાજપની સૌથી મોટી જીત/ 15 વર્ષ બાદ ઝઘડિયા તાલુકા પંચાયતમાં લહેરાયો કેસરીયો, છોટુ વસાવાની પાર્ટી બીટીપીનું ધોવાણ