GSTV
Home » News » રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

Rahul Gandhi Gujarat

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક વર્ષોથી ભાજપની વોટ બેંક રહી છે. શહેરી લોકોને આકર્ષવામાં કોંગ્રેસ નબળું સાબિત થયું છે. અમદાવાદ શહેર કોંગ્રેસનું સંગઠન ચૂંટણી ટાઈમે પણ નિષ્ક્રિય રહ્યું હતું. કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર પાસ કન્વીનર ગીતા પટેલને ટિકિટ આપતાં સંગઠનમાં નારજગી જોવા મળી હતી.દાહોદમાં પણ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ હતો. કોંગ્રેસે ભાજપમાંથી આવેલા બાબુ કટારાને ટિકિટ મળતા કોંગ્રેસના સંગઠને હરાવાનું કામ કર્યુ.

વડોદરા જિલ્લો આમ તો ભાજપના ગઢ છે. અને શહેરી વિસ્તારમાં કોંગ્રેસ વર્ષોથી નબળી રહી છે. બુથ પર કોંગ્રેસની કામગીરી ઝીરો રહી હતી. ખેડામાં કોંગ્રેસના ઉમેદવારની પસંદગીમાં સ્થાનીક ધારાસભ્યોની નારજગી સામે આવી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પોતાના વિસ્તારને સાચવામાં નિષ્ફળ રહ્યા હતા.

કોંગ્રેસના જુના જોગીઓ હરાવવા માટે સક્રિય અલ્પેશ ઠાકોરે પોતાની તાકાત આંણદમાં લગાવીને મતો તોડ્યાં હતા. તો પાર્ટીના પાટીદાર નેતાઓએ ભરતસિંહ સોલંકીને હારે તેના માટે મહેતન કરી હતી. આદીવાસી ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસે ખાસ ધ્યાન ન આપ્યું. આદિવાસી વિસ્તારની અન્ય બેઠકોના જીતના વિશ્વાસમાં કોંગ્રેસે મહેનત ના કરી.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!