GSTV

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.50 લાખ, 46 હજારથી વધુ લોકોના થયા મોત

દેશમાં કોરોના સંક્રમણનો આંક સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીના 40 હજાર નવા કેસ આવી ચૂક્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમણના કેસ 23.68 લાખને પાર થયો છે. દેશમાં 16.71 લાખ લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે. જ્યારે 6.50 લાખ જેટલા એક્ટિવ કેસ છે. દેશમાં 46650 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધી રહ્યો છે. વિશ્વમાં 24 કલાકમાં વધતા કેસોમાં પણ ભારત અગ્રેસર થઈ ગયું છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધારે વધ્યા એક્ટિવ કેસ

દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસો મહારાષ્ટ્રમાં વધ્યા છે. મહારાષ્ટ્રમાં 5.36 લાખ કેસ થયા છે. મહારાષ્ટ્રમાં 18 હજારથી વધુ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા 1.49 લાખ છે. તામિલનાડુમાં પણ કોરોના મહામારીના વધુ નવા 5871 કેસ નોંધાતા કુલ આંક 3.15 લાખ થયા છે. આંધ્રપ્રદેશમાં વધુ નવા 9597 નવા કેસ સાથે કુલ આંક 2.54 લાખને પાર થયો છે.
કર્ણાટકમાં નવા 7883 નવા કેસ સાથે કુલ આંક 2 લાખની નજીક પહોંચી ગયો છે. કર્ણાટકમાં 1.96 લાખ કેસ થયા છે.

એક્ટિવ કેસની સંખ્યામાં આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર અગ્રેસર

કર્ણાટકમાં 80હજારથી વધુ એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 90425 છે. તામિલનાડુમાં 53 હજાર છે. ઉત્તર પ્રદેશમાં પણ એક્ટિવ કેસની સંખ્યા 49 હજારને પાર થઈ ગઈ છે. દેશમાં 7 રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસ 1 લાખને પાર થઈ ગઈ છે.

READ ALSO

Related posts

IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીત, કેકેઆરને 49 રને હરાવ્યું

Pravin Makwana

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!