GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતમાં એક્ટિવ કેસ 40 ટકાથી પણ નીચે આવ્યા, 8600થી વધુ લોકોએ આપી કોરોનાને મ્હાત

લોકડાઉન

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા 10 દિવસથી સારા સમાચારો મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસોમાં કોરોનાને મ્હાર આપનારાની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં ભલે નવા પોઝીટીવ આંક 350 પ્લસ આવી રહ્યા છે છતાં સાજા થનારાનો આંક સતત ઊંચો આવી રહ્યો છે જે ગુજરાતમાં સંક્રમણ નિયંત્રણ તરફ ગઈ કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી પોઝીટીવ કેસનો આંક 16 હજાર પહોંચવા આવ્યો છે. જ્યારે અત્યાર સુધી 8609 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. હજુ પણ ગુજરાતમાં 6355 લોકો કોરોનાગ્રસ્ત છે. અર્થાત એક્ટિવ કેસનો આંક 39.86 ટકા થયો છે. ગુજરાતમાં 60 ટકાથી વધારે કેસ ક્લોઝ થઈ ગયા છે. ગુજરાતમાં મોતનો આંક પણ હજાર નજીક પહોંચી ગયો છે. ગુજરાતમાં આજે 12 દિવસ બાદ મોતનો આંક 20 નીચે આવ્યો છે. ગુજરાતમાં કુલ મૃત્યુ પણ 980 થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીના પોઝીટીવ કેસમાંથી ફક્ત 6355 કેસ એક્ટિવ છે.ગુજરાતમાં આજે નવા 372 કેસ સામે 608 લોકો સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી નવા પોઝીટીવ કરતાં ડિસ્ચાર્જ આંક સતત ઊંચો મળ્યો છે.

છેલ્લા 15 દિવસમાં સાજા થનારાનો આંક ડબલ કરતાં પણ વધુ

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી રિકવરી દરમાં સતત વધારો મળી રહ્યો છે. ગુજરાતમાં આજે વધુ નવા 372 કેસ નોંધાવા સામે આજે એક જ દિવસમાં સૌથી વધુ 608 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ગુજરાતમાં હવે સાજા થનારાનો આંક સતત વધી રહ્યો છે. ગુજરાતમાં 15 મે સુધીમાં 9932 કેસ નોંધાયા હતા. જેમાંથી 5300 જેટલા એક્ટિવ કેસ હતા. ગુજરાતમાં 15 મેના 4035 લોકો જ સાજા થયા હતા. આજે છેલ્લા 15 દિવસમાં સાજા થનારાનો આંક ડબલ કરતાં પણ વધારે થયો છે. ગુજરાતમાં આજે 608 લોકોના ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારાનો આંક 8600ને પાર થયો છે. ગુજરાતમાં 10 મેના 454 લોકો સાજા થયા હતા. 12 મેના 466 લોકો સાજા થતાં સાજા થનારાનો આંક 3246 પર પહોંચ્યો હતો. તે પછી 26 મેના સૌથી વધુ 503 લોકો સાજા થયા હતા. આજે એથી પણ વધારે લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં આજે 608 લોકો સાજા થતાં રજા આપવામાં આવી છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ કરતાં સાજા થનારાનો આંક ઊંચો થઈ ગયો છે. સતત ચોથા દિવસે એક્ટિવ કેસનો આંક માયનસમાં રહ્યો છે. જે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. નવા વધતા કેસ સામે સાજા થનારાનો આંક સતત વધ્યો છે.

ગુજરાતમાં હવે સાજા થનારાનો આંક સતત વધી રહ્યો છે

ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી રિકવરી દરમાં સતત વધારો મળી રહ્યો છે. ગુજરાતમાં આજે વધુ નવા 372 કેસ નોંધાવા સામે આજે એક જ દિવસમાં સૌથી વધુ 608 લોકો સાજા થઈને ઘરે ગયા છે. ગુજરાતમાં હવે સાજા થનારાનો આંક સતત વધી રહ્યો છે. ગુજરાતમાં 15 મે સુધીમાં 9932 કેસ નોંધાયા હતા. જેમાંથી 5300 જેટલા એક્ટિવ કેસ હતા. ગુજરાતમાં 15 મેના 4035 લોકો જ સાજા થયા હતા. આજે છેલ્લા 15 દિવસમાં સાજા થનારાનો આંક ડબલ કરતાં પણ વધારે થયો છે. ગુજરાતમાં આજે 608 લોકોના ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારાનો આંક 8600ને પાર થયો છે.

આજે સૌથી વધારે દર્દી સાજા થયા

ગુજરાતમાં 10 મેના 454 લોકો સાજા થયા હતા. 12 મેના 466 લોકો સાજા થતાં સાજા થનારાનો આંક 3246 પર પહોંચ્યો હતો. તે પછી 26 મેના સૌથી વધુ 503 લોકો સાજા થયા હતા. આજે એથી પણ વધારે લોકો સાજા થઈને ઘરે પહોંચ્યા છે. ગુજરાતમાં આજે 608 લોકો સાજા થતાં રજા આપવામાં આવી છે. ગુજરાતમાં હવે એક્ટિવ કેસ કરતાં સાજા થનારાનો આંક ઊંચો થઈ ગયો છે. સતત ચોથા દિવસે એક્ટિવ કેસનો આંક માયનસમાં રહ્યો છે. જે ગુજરાત માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે. નવા વધતા કેસ સામે સાજા થનારાનો આંક સતત વધ્યો છે.

ગુજરાતમાં હવે ફક્ત 6355 કેસ જ એક્ટિવ

ગુજરાતમાં આજે નવા 372 કેસ સામે 608 લોકો સાજા થયા છે. સાજા થનારાનો આંક ગુજરાત માટે ખૂબ જ આશાસ્પદ બન્યો છે. ગુજરાતમાં હવે ફક્ત 6355 કેસ જ એક્ટિવ છે. હાલમાં જે રીતે સાજા થનારાની સંખ્યા વધી છે તે જોતાં 1થી દોઢ મહિના સુધીમાં કોરોનાના કેસો ભૂતકાળ બની શકે છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 372 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાથે જ 20 દર્દીના મોત પણ થયા છે. તે સાથે જ 608 દર્દી ડિટ્ચાર્જ પણ થયા છે. જે સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 8609 દર્દી સાજા થઈને પોતાના ઘર પર ગયા છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે.

20 દર્દીના મોત પણ થયા

ગુજરાતમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદમા કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 372 પોઝિટિવ કેસ નોંધાયા છે અને સાથે જ 20 દર્દીના મોત પણ થયા છે. તે સાથે જ 608 દર્દી ડિટ્ચાર્જ પણ થયા છે. જે સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 8609 દર્દી સાજા થઈને પોતાના ઘર પર ગયા છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં આજે પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • રાજ્યમાં કુલ કેસ 15944
  • આજે 608 દર્દી ડિટ્ચાર્જ થયા
  • 8609 દર્દી સાજા થયા છે
  • આજે વધુ 20 દર્દીના મોત થયા છે
  • અમદાવાદમાં આજે 253 પોઝિટિવ કેસ નોંધાયા છે
  • અમદાવાદમા 18 દર્દીના મોત

આજે નોંધાયેલે પોઝિટિવ કેસની વિગત

રાજ્યમા કુલ પોઝિટિવ કેસની સાથે આજે 68 લોકો વેન્ટીલેટર પર છે અને 6287 લોકો સ્ટેબલ છે. તે સાથે જ અત્યાર સુધીમાં 8609 દર્દી ડિટ્ચાર્જ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 980 લોકો મૃત્યુ પણ પામ્યા છે. અમદાવાદમાં આજે નવા ૨૫૩ કેસ નોંધાયા છે, તેની‍ સામે આજે અમદાવાદમાં સૌથી વધુ ૪૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. તે સાથે જ રાજ્યમા ગુણવત્તાસભર‍ અને સારી ‍સારવારના ‍પરિણામે ‍કુલ ૮,૬૦૯ દદીઓ સાજા થયા છે.

ICMR ની‍ ગાઈડલાઈન પ્રમાણે ‍ ટેસ્ટ

રાજ્યની‍ જુદી જુદી‍ હોસ્પિટલોમાં આવતા‍ દર્દીઓ‍ ઉપરાંત ICMR ની‍ ગાઈડલાઈન પ્રમાણે ‍જિલ્લાઓમાં કુલ ૨,૦૧,૪૮૧ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ‍૯૪૧૪.૬૫‍ ટેસ્ટ પ્રતિ મીલીયન‍ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 31 લેબોરેટરીઓમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જે પૈકી 19 લેબોરેટરી સરકારી છે, જ્યારે૧૨ પ્રાઇવેટ લેબોરેટરીમાં પણ કોરોનાના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને આપી માત, કોરોનામુક્ત થતાં બાપૂને હોસ્પિટલમાંથી અપાઈ રજા

Pravin Makwana

સુરતની બદલાઈ ગઈ સૂરત, જુલાઈમાં સતત 200થી વધુ નવા પોઝીટીવ સાથે સંક્રમણ 6 હજારને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!