GSTV

SBIમાં ઘરે બેઠા આ રીતે એક્ટિવેટ કરો નેટ બેન્કિંગ! મિનિટોમાં પતી જશે દરેક કામ

SBI

Last Updated on July 18, 2020 by Karan

જો તમારૂ ખાતુ SBIમાં છે અને તમે ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધાનું રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરવા માંગો છો તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે તમે ઘરે બેઠા નેટ બેન્કિંગ એક્ટિવેટ કરી શકો છો. તેના માટે તમે સૌથી પહેલા SBIના નેટ બેન્કિંગના હોમપેજ onlinesbi.com પર જાઓ. ત્યાર બાદ “New User Registration/Activation” પર ક્લિક કરો. પછી જે પેજ ખુલીને આવ્યું તેના પર એકાઉન્ટ નંબર, CIF નંબર, બ્રાંચ કોડ, દેશ, રજીસ્ટર્ડ મોબાઈલ નંબર, જરૂરી જાણકારી નાખો. ત્યાર બાદ ઈમેજમાં દેખાઈ રહેલા ટેક્સ્ટને બોક્સમાં મુકો, પછી submit બટન પર ક્લિક કરો.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે

આટલું કર્યા બાદ તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેને ભરીને સબમિટ કરો. સબમિટ કર્યા બાદ એક પેજ ખુલશે જેના પર ATM કાર્ડની ડિટેલ આપવાની રહેશે. જેવાકે કાર્ડ નંબર, હોલ્ડરનું નામ, વેલિડિટી અને પિન. ત્યાર બાદ ઈમેજમાં દેખાઈ રહેલા ટેક્સ્ટને પણ સબમિટ કરો.

SBI

આટલી વિગત ભરીને submit  પર ક્લિક કરો

ટેમ્પરેરી યુઝરનેમ અને પાસવર્ડ બનાવો તેને ભરીને submit  પર ક્લિક કરો. જેનાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થઈ જશે. હવે ટેમ્પરેરી યુઝરનેમ અને નવા પાસવર્ડથી લોગ-ઈન કરો. પછી સ્થાઈ યુઝરનેમ અને કમ સે કમ 8 આંકડાઓનો પાસવર્ડ આપો. ત્યાર બાદથી તમે નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશો.

SBI

ફાયદા કારક નેટ બેન્કિંગ

ઈન્ટરનેટ બેન્કિંગના આજના સમયમાં ફાઈનાન્શ સાથે જોડાયેલા ઘણા કામ સરળ કરી દીધા છે. તેનાથી ન તો બેન્કની બ્રાન્ચમાં જવાની જરૂર પડે છે ન તો લાંબી કાયદાકીય કાર્યવાહી અને સાથે સમય પણ બચી જાય છે. તેને એક્ટિવ કરીને પોતાના બેન્ક એકાઉન્ટને ઓપરેટ કરી શકાય છે. નેટ બેન્કિંગ, બેન્કિંગ ઈન્ડસ્ટ્રી માટે ખુબ સુવિધા છે.

Read Also

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

ઘરેલૂ નુસ્ખો/ અકાળે સફેદ થઇ ગયેલા વાળ માટે અજમાવો આ કારગર ઉપાય, વૃદ્ધાવસ્થા સુધી વાળ રહેશે કાળા અને ભરાવદાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!