GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ફ્રીઝ થઇ ગયેલા NPS એકાઉન્ટને આ રીતે ફરીથી કરો ચાલુ, રિટાયરમેન્ટ બાદ પણ નહીં રહે રૂપિયાની ચિંતા

nps

Last Updated on September 6, 2020 by Mansi Patel

NPS સરકારી તથા પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)ની એક રોકાણ સ્કીમ છે. NPS સાથે સંબંધિત તમામ પ્રકારના લાભ મેળવવા માટે તેને ચાલુ રાખવુ જરૂરી છે. એટલે કે એકાઉન્ટ ફ્રીઝ ન હોવુ જોઇએ. હકીકતમાં NPS એકાઉન્ટમાં એક નાણાકીય વર્ષમાં મિનિમમ એકાઉન્ટ જમા કરવી જરૂરી છે. પરંતુ એવુ ન થાય તો એકાઉન્ટ ફ્રીઝ થઇ જાય છે. તમને પોતાના નેશનલ પેન્શન સિસ્ટમ એકાઉન્ટ એટલે કે NPSમાં ઓનલાઇન લોગઇન કરવામાં પ્રોબ્લેમ થઇ રહી હોય તો તેનો અર્થ એ છે કે તે ફ્રીઝ થઇ ગયુ છે.

તેમાં નોકરી કાળ દરમિયાન રોકાણ કરવા પર વ્યક્તિને 60 વર્ષની ઉંમરે પહોંચવા પર એકસાથે રિટાયરમેન્ટ ફંડ અને પછીથી એન્યુટી બેનિફિટ ઉપલબ્ધ થાય છે. આ સાથે જ NPSમાં જમા પર ટેક્સ છૂટ મળે છે.

NPS એકાઉન્ટ શા કારણે થાય છે ફ્રીઝ?

NPS અંતર્ગત બે એકાઉન્ટ ખુલે છે ટિયર-1 અને ટિયર-2. ટિયર-1 એક રિયાટરમેન્ટ એકાઉન્ટ હોય છે સાથે જ ટિયર-2 એક વોલંટરી એકાઉન્ટ છે જેમાં કોઇપણ વેતનભોગી પોતાની તરફથી રોકાણ શરૂ કરી શકે છે. ટિયર-1 એકાઉન્ટ ખુલ્યા બાદ જ ટિયર-1 ખાતુ ખુલે છે. NPS ટિયર-1ને એક્ટિવ રાખવા માટે વાર્ષિક કોન્ટ્રિબ્યુશન પહેલા જ 6000 રૂપિયા ઘટાડીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. જો મિનિમમ વાર્ષિક રોકાણ ન કરવામાં આવે તો ખાતાને ફ્રીઝ કરીને તેને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

NPS ઓનલાઇન આ રીતે કરો ચાલુ

તમે NPS એકાઉન્ટને ઓનલાઇન પણ ફરીથી ચાલુ કરી શકો છો. તેના માટે ઇ-એનપીએસ પોર્ટલ દ્વારા 500 રૂપિયાનું ફરજિયાત રોકાણ કરવાનું છે. આ કામ તમે આ રીતે કરી શકો છો. સૌપ્રથમ ઇએનપીએસ પોર્ટલ પર જો. ત્ચયાં કોન્ટ્રિબ્યુશન પર ક્લિક કરો. પરમનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRN) અને જન્મ તારીખ રજીસ્ટર કરવા પર તમને આગામી પેજમાં કોન્ટ્રિબ્યૂશન કરવાની મંજૂરી મળશે. 500 રૂપિયાનું લઘુત્તમ કોન્ટ્રિબ્યૂશન તઇ જાય તો તમને સીઆરએથી ઇમેલ મળશે. તે બાદ એનપીએસ એકાઉન્ટમાં રોકાણ શરૂ કરી શકાય છે.

કેવી રીતે બંધ NPS એકાઉન્ટને ચાલુ કરશો?

કોઇ નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓચા 500 રૂપિયાના રોકાણ સાથે NPS એકાઉન્ટને ફરીથી ચાલુ કરી શકાય છે. તમે તેને અથવા તો પીઓપી-એસપી (point of purchase service provide) અથવા ઇએનપીએસ દ્વારા ઓનલાઇન ચાલુ કરી શકો છો.

પીઓપી-એસપી (ઓફલાઇન) દ્વારા કેવી રીતે ચાલુ કરશો

ખાતાને ઓફલાઇન ફરીથી ચાલુ કરવા માટે તમે પીઓપીની ઑફિસ જાઓ. પીઓપીની અધિકૃત બ્રાંચ કલેક્શન પોઇન્ટ તરીકે કામ કરે છે. તેને પોઇન્ટ ઑફ પરચેઝ સર્વિસ પ્રોવાઇડર્સ (પીઓપી-એસપી) પણ કહેવામાં આવે છે. પીઓપી-એસપી દ્વારા કોન્ટ્રિબ્યૂશન કરવા માટે તમને એનસીઆઇએસ (એનપીએસ કોન્ટ્રિબ્યૂશન ઇન્સ્ટ્રંક્શન સ્લિપ) ભરવાની છે. તેમાં પેમેન્ટની વિગતો, પીઆરએએન વગેરે સામેલ હોય છે.

NPS એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એપ્લીકેશન, કોન્ટ્રીબ્યૂશન અને પેનલ્ટી પ્રાપ્ત થયા બાદ ડિટેલ્સને સિસ્ટમમાં રેકોર્ડ કરી દેવામાં આવે છે. સેન્ટ્રલ રેકોર્ડકિપિંગ એજન્સી (સીઆરએ)માં યોગદાનની સૂચના અપલોડ થયા બાદ અને વેરિફિકેશન પૂરી થયા બાદ એનપીએસ એકાઉન્ટને ફરીથી એક્ટિવેટ કરી દેવામાં આવે છે.  

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!