GSTV

એક્ટિવાનો આગળનો ભાગ ખોલ્યો તો ત્યાં ફેણ લગાવીને બેઠો હતો સાપ, લોકોએ કર્યાં નમન

છત્તીસગઢમાં એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક એક્ટિવાનો આગળનો ભાગ ખોલ્યો ત્યારે અંદરથી ફેણ ફુલાવીને એક કોબરા સાપ બેસેલો મળ્યો હતો.

જાણકારી પ્રમાણે છત્તીસગઢના કોરબા શહેરની ખરમોરા વસ્તીમાં એક ઘરમાં સાપ ઘુંસી આવ્યો હતો. તેને ભાગવાની કોશિષમાં સાપ ત્યાં પડેલી એક એક્ટિવામાં ઘુસી ગયો છે. તે બાદ સાપમિત્રને ખબર આપવામાં આવી, સર્પમિત્રએ ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું અને એક્ટિવાના આગળનો ભાગ ખોલીને જોયો તો તેમાં ફેણ ફેલાવીને સાપ બેઠો હતો.

આ કોબરા પ્રજાતિનો સાપ છે. જેને નાગ કહે છે અને ભારતમાં લોકો આ સાપદેવતાની પૂજા કરે છે. ભલે ઘરમાં ઘુસી જવાથી લોકો ડરી રહ્યાં હતા. પણ જ્યારે તે પકડાયો ત્યારે તમામ લોકોએ હાથ જોડીને નમન કર્યું હતું.

ગાડીની અંદર સાપ કેવી રીતે આવ્યો આ વાત સાંભળીને લોકોને પણ આશ્ચર્યમાં નાંખી રહી છે. તે સિવાય સાપને જોઈને લોકો ભયભીત પણ થયાં હતાં.

સાપ રેસ્ક્યુ ટીમના સદસ્યએ સાપને સુરક્ષીત રૂપે ત્યાંથી કાઢીને વનવિભાગની ટીમને તેની સુચના દેવામાં આવી. બાદમાં વનવિભાગની ટીમે સાંપને લઈ જઈ સુરક્ષીત સ્થાન ઉપર છોડી મુક્યો.

Related posts

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!