GSTV
Home » News » ભાજપનાં સાંસદે જવાન સાથે બોલાચાલી કરી, ડીએમમાંથી ઓર્ડર આવ્યો કે હવે એકેય બૂથમાં ઘૂસતા નહીં

ભાજપનાં સાંસદે જવાન સાથે બોલાચાલી કરી, ડીએમમાંથી ઓર્ડર આવ્યો કે હવે એકેય બૂથમાં ઘૂસતા નહીં

યુપીના બુલંદશહેરથી ભાજપના સાંસદ ભોલાસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ભોલાસિંહે મતદાન મથકમાં ઘુસવા માટે સુરક્ષા જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ મામલે ડીએમને ફરિયાદ કરવામાં આવતા ડીએમ દ્વારા ભોલાસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવતા તેમને તમામ બૂથ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.

ભોલાસિંહ મતદાન મથકમાં ઘુસીને મતદારોને પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ પણ કરતા કેમેરામાં કેદ થયા હતા. જે બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે બુલંદશહરમાં કોઈપણ પ્રકારની હિંસા ન ફેલાય તે માટે બુલંદશહરમાં મોટી સંખ્યામાં સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવી છે.

READ ALSO

Related posts

લોકસભા સભા ચૂંટણી પૂરી થતાં જ બંધ થઈ ગઈ ‘નમો ટીવી’

NIsha Patel

ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી અને નીતીશ કુમાર માટે લીટ્ટી-ચોખા, આ છે શાહનું ડિનર મેન્યૂ

Mansi Patel

સીબીઆઈ, ઈડીની જેમ ચૂંટણી પંચનું પણ ભાજપ સાથે ગઠબંધન : આ મહિલા નેતાને કાવતરાની શંકા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!