GSTV
Home » News » ચુંટણી પંચ મમતાના આ બે ખાસ અધિકારીઓ પર તુટી પડ્યું, કોણ છે આ અધિકારીઓ?

ચુંટણી પંચ મમતાના આ બે ખાસ અધિકારીઓ પર તુટી પડ્યું, કોણ છે આ અધિકારીઓ?

કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસાની ઘટનાના 25 કલાકમાં જ ચુંટણી કમિશને બે મોટા નિર્ણયો લીધા હતા. ચુંટણી કમિશને પશ્ચિમ બંગાળની 9 લોકસભા સીટો પર નક્કી કરેલા સમય કરતા 19 કલાક પહેલા એટલે કે આજ રાત 10 વાગ્યાથી ચુંટણી પ્રચાર બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને સાથે જ બંગાળના મુખ્ય સચિવ અત્રિ ભટ્ટાચાર્ય અને સીઆઈડીના એડીજી રાજીવ કુમારને પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. આ અધીકારીઓ મમતા બેનર્જીના ખાસ હોવાનુ જાણવામાં આવી રહ્યુ છે. આ નિર્ણય પછી મમતા બેનર્જી ભડકી ગયા હતા અને ચુંટણી પંચને ખૂબ જ સંભળાવ્યું હતું.

આ નિર્ણય પાછળનું કારણ: નાયબ ચૂંટણી કમિશનરના રિપોર્ટ

પશ્ચિમ બંગાળના પશ્ચિમ બંગાળના નાયબ ચૂંટણી કમિશનરે તપાસ કરી રિપોર્ટ આપી કે ચુંટણીની તૈયારીઓ ચુંટણીપંચ મુજબ છે પરંતુ દરેક ઉમેદવારોને પ્રચાર માટે બરાબર અને મતદાતાઓને ભયમુક્ત માહોલ આપવાની વાત આવે છે તો જિલ્લા પ્રશાસન અને પોલિસ પાસેથી સહયોગ મળી રહ્યો નથી એવામાં ચુંટણી અધિકારીઓ અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પંચે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચુંટણી માટે બંધારણના અનુચ્છેદ 324માં મળેલા અધિકારોનો ઉપયોગ કરીને ચુંટણી પ્રચારનો સમય ઓછો કરી દીધો.

ચુંટણીપંચના નિર્ણય પછી મમતા બેનર્જી ભડકી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો કે પંચ પીએમ મોદી અને શાહના ઈશારા પર કામ કરી રહ્યું છે. અન્યાય અમિત શાહે કર્યો અને સજા અમને મળી રહી છે. પ્રચારનો સમય ઘટાડવાનો નિર્ણય ચુંટણી પંચનો નહીં પરંતુ મોદીનો છે. મોદીએ મુર્તિ તોડવા પર કોઈ ટીકા કરી નથી.

કોણ છે રાજીવ કુમાર?

રાજીવ કુમાર સીઆઈડીના ADG છે. આ પહેલા તેઓ કોલકતા પોલિસ કમિશ્નર હતા. આ એજ રાજીવ કુમાર છે જેમના ઘરે CBI છાપો મારવા પહોંચી હતી અને રાજકીય ભુકંપ આવી ગયો હતો. આ અધીકારીઓની કોલકતા પોલીસે અટકાયત કરી હતી અને સીએમ મમતા બેનર્જી કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેસી ગયા હતા. પછી આ કેસ સુપ્રીમ કોર્ટના દરવાજે પહોચ્યા અને અદાલતના આદેશ બાદ રાજીવ કુમારને કમિશ્નર પદ પરથી હટાવી દીધા હતા અને CIDમાં ADG પદ પર નીમણુક કરી હતી.

કોણ છે અત્રિ ભટ્ટાચાર્ય?

ચુંટણીપંચે ગૃહમંત્રી અત્રિ ભટ્ટાચાર્યને રજા પર મોકલી દીધા છે. તેઓ મમતા સરકારમાં મોટુ પદ ધરાવે છે કેમકે તેમના પર બંગાળની કાયદા વ્યવસ્થાની જવાબદારી છે. ચુંટણીના પહેલા તબક્કાથી લઈ છઠા તબક્કા સુધી રાજ્યમાં હિંસા થતી રહી છે અને એવામાં કાયદા વ્યવસ્થા પર એક મોટો સવાલ ઉભો થાય છે.

READ ALSO

Related posts

વિરાટ કોહલીની RCBમાં સામેલ થઇ આ મહિલા, IPLમાં પહેલીવાર થયો આવો ઐતિહાસિક બદલાવ

Bansari

આ Appના કારણે ધડાધડ ઉતરે છે તમારા ફોનની બેટરી, ડિસ્પ્લેને પણ છે ખતરો

Bansari

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!