GSTV

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Last Updated on August 4, 2021 by Pravin Makwana

સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન થઈ રહેલા હોબાળા પર એક્શન લેતા સભાપતિએ ટીએમસીના 6 સાંસદોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ બુધવારે પેગાસસ જાસૂસી વિવાદને લઈને ટીએમસીના સાંસદોએ આકરુ વલણ અપનાવ્યુ હતું. જે બાદ સભાપતિએ એક્શન લેતા 6 સાંસદોને આખા દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા. સવારે જ્યારે સભાપતિએ ખેડૂતોના મુદ્દા પર ચર્ચા માટે આપવામાં આવેલી નોટિસનો સ્વિકાર કરવા અને અન્ય નોટિસ રદ કરવા વિશે સૂચના આપી તો, ટીએમસી અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ આસન તરફ આવીને પેગાસસ જાસૂસી મામલે ચર્ચાની માગને લઈને હોબાળો કર્યો હતો.

સભાપતિએ આ સાંસદોને તેમના સ્થાન પર પાછા જવા જણાવ્યુ અને કાર્યવાહી ચાલુ રાખવા આશ્વાસન આપ્યું. તેમણે બાદમાં કહ્યુ હતું કે, જે સભ્યો આસાન સમક્ષ આવ્યા છે અને કડક વલણ અપનાવી રહ્યા છે તેમના નામ નિયમ 255 અંતર્ગત પ્રકાશિત કરવામાં આવશે અને તેમને આખા દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. આટલુ કરવા છતાં પણ વિપક્ષે હોબાળો શાંત ન કરતા નિયમ 255 અંતર્ગત સદનમાંથી બહાર જવા જણાવ્યુ હતું.

2 વાગ્યા સુધી સ્થગિત કરી રાજ્યસભા

તેમણે સ્વયં કોઈનું નામ ન લીધુ અને રાજ્યસભા સચિવાલયને આ સભ્યોના નામ આપવાનું કહ્યું. સદનમાં વ્યવસ્થા જાળવવા માટે તેમણે 11 વાગ્યા સુધી લગભગ 15 મીનિટ બાદ બે વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરવાનું એલાન કર્યું. અહીં ઉલ્લેખનીય છે કે, નિયમ 255 અંતર્ગત નામ લીધા બાદ સભ્યોને આખા દિવસ માટે સદનની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!